🔥 પ્રભુએ આપેલુ તેડું પારખી તે પ્રમાણે ચાલીએ🔥
दुनिया की आराधना करनेवाले नहीँ
पैसे के पीछे भागनेवाले नहीं
કેમ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ કરીને મને પડતો મૂકીને, ને થેસ્સાલોનિકામાં ચાલ્યો ગયો છે;
તિમોથીને બીજો પત્ર 4:10
💐 દેમાસ નું દેવની સેવા માટેનું તેડું :-
સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂકે સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
ફિલેમોનને પત્ર 1:24
પાઉલ જ્યારે ફિલમોન ને પત્ર લખે છે ત્યારે ,દેમાસ વિશે કહે છે કે તે તેઓનો સેવાકાર્ય કરવા માટે સાથી હતો.અને દેમાસ ને પણ દેવની સેવા માટે નું તેડું મળ્યું હતું.
💐 દેમાસ નો દેવની સેવાનાં તેડા નો નકાર :
પણ દેમાસ વિશે પછીથી પાઉલ એવી સાક્ષી આપે છે કે તે દેવે આપેલું સેવાકાર્ય છોડીને જતો રહે છે.
દેમાસ ની પીછેહટ નું એ કારણ કે તે હાલ ના જગત પર પ્રેમ રાખીને જતો રહે છે.
હાલના જગત પર પ્રેમ એટલે શું ?:
દૈનિક જીવન માં ઈશ્વરને સ્થાન,સમય ન આપીને પોતાના વ્યસ્ત જીવન માં પડી રહેવું, તેમજ જગિક બાબતો માં દેવની વાતો કરતા વઘારે રસ રાખવો એટલે હાલ ના જગત નો પ્રેમ.
લાગુકરણ :
જો આપણે જગત એટલે આપણી નોકરી,ધન દૌલત,જગિક મિત્રો,એવી કોઈ પણ બાબત જે આપણો દેવને આપવા માટેનો સમય કે તક ચોરી લે તેને આપણે જગત ની વસ્તીઓ કહી શકીયે..
ખાસ ઈશ્વરે આપણા ઇગ્નાઇટ ગ્રુપ માટે જે તેડું આપ્યું છે તે પૂરું કરવા માટે આપણે આપની જાત ને જગત તેમજ તેની વસ્તુઓ થી દૂર રાખવી પડશે.તો જ દેવના સેવક દ્વારા અભિષેકમાં બોલાયેલા શબ્દો "दुनिया की आराधना करनेवाले नहीँ,पैसे के पीछे भागनेवाले नहीं" આપણા જીવનમાં સાર્થક થશે. દેવ આપણ દરેક ને જગતથી અલગ થવાને માટે કૃપા આપે.આમીન.
જગત પર અથવા જગતમાંનાં વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
યોહાનનો પહેલો પત્ર 2:15