ઘણી પ્રાર્થનાઓ નો ઉત્તર આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતો તો આપણે નિરાશા માં ડૂબી જવાનું નથી,સ્વર્ગીય પિતા નાં મોટા દ્રષ્ટિકોણ થી આપણે જોઈશું તો ચોક્કસ આપને નિરાશ થાશું નહિ ,
આત્મિક રીતે ફાઇનલ ટચ આપવાને માટે (આત્મિક જીવન ની સુંદરતા અને સુગંધ ને વધારવાના માટે અને દેવની કૃપા પ્રગટ થાય માટે આપણા જીવનમાં દેવ તેવી પરિસ્થતિ અને સમય આવવા દે છે જેમાં સ્વર્ગીય પિતાના આપણે ઘનિષ્ઠ સબંધ માં આવીએ છીએ અને તેના આગાપે પ્રેમનો અનુભવ કરીએ છીએ....
*ખ્રિસ્ત ઈસુની પ્રાર્થના*
પ્રભુ ઈસુ એ ગેથસેમાં ની વાડી માં પિતાને પ્રાર્થના કરી કે,બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો ,પરંતુ મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ....
*એલિયા ની પ્રાર્થના*
પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે *પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના* કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”
1 રાજા. 19.4
ઇઝબેલ થી નાસી જઈને એલિયા એ પ્રાર્થના કરી કે,મારો જીવ તું લઇ લે....પરંતુ આજ સુધી પ્રભુએ એલિયા ની પ્રાર્થના માન્ય નથી કરી....
*પાઉંલની પ્રાર્થનાઓ*
🔥પાઊલે પ્રાર્થના કરી કે મારા દેહનો કાંટો દૂર થાય,પરંતુ પ્રભુએ એ કાંટો તેના દેહમાં રહેવા દીધો....
તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે. પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.
2 કરિં. 12.8-9