તાકીદની પ્રાર્થના વિનંતીઓ
હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે;
હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો,
આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો. - હબ્બાકુક ૩:૨
૧. સૂર્યની અતિશય ગરમી થી લુ અને ગરમ હવાને કારણે ઘણા બધા લોકો બીમાર છે ,તેઓ સાજાપણું પામે
૨. અતિશય ગરમીમાં પ્રભુ મેઘ્સ્તંભ બની પોતાનાં લોકોને દૈવી રક્ષણ આપે માટે
૩. કોરોનાં મહામારી ને કારણે ઘણા બધા લોકો ભયમાં છે પ્રભુ તેઓને હિંમત આપે
૪. કોરોના પીડિત લોકોને માટે તેઓ દૈહિક અને આત્મિક સાજાપણું પામે
૫. પ્રભુમાં ઊંઘી ગયેલા એવા સેવકો,વિશ્વાસીયોના પરિવારોને માટે પ્રભુ તેઓને સ્વર્ગીય દિલાસો આપે
૬. પ્રભુ પોતાના લોકોને “સંકટ સમયે ધીરજ” રાખવા કૃપા આપે
૭. આપણા કુટુંબો,મંડળી,પાળકો,સેવકો અને આગેવાનો માટે
એ સાંભળીને મારા પેટમાં ,ધ્રાસકો પડયો,એ અવાજથી મારા હોઠ થથર્યા.
મારાં હાડકાંમાં સડો લાગ્યો,ને મારી જગાએ હું કાંપ્યો.જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ (સંકટ અને વિપત્તિઓ) જથાબંધ આવી પડે, ત્યારે હું એ “સંકટસમયે પણ ધીરજ” રાખું.
હબ્બાકુક ૩:૧૬
No comments:
Post a Comment