Wednesday, 29 December 2021

ઋણ નું ખાતું ઝીરો કરીએ

*નવા વર્ષ ૨૦૨૨ માં જતા પહેલા ઋણ નું ખાતું ઝીરો કરીએ*

એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’ તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ‍ચઢાવ.
માથ્થી 5:23‭-‬24

    પ્રભુ નો આભાર માનીએ કે ,આ વર્ષે પ્રભુએ આપણ ને પુષ્કળ કૃપા આપીને સંભાળીને ચલાવ્યા,આ દિવસો દેવની આગળ આભાર સ્તુતિ ના અર્પણ ચઢાવવા ના છે.તેમજ નવા વર્ષનાં દિવસે પણ આપણે દેવળ માં જઈને પ્રભુ આગળ અર્પણ ચઢાવીશું..
    તે પહેલાં આપણાં ઋણ નું ખાતું શૂન્ય કરીયે,આપણાં માનવીય સ્વભાવ ને લીધે કોઈ ભાઈ બહેન સાથે કોઈ પણ તકરાર ,કે મતભેદ થયો હોય તો તે બાબતે તેમની સાથે સલાહ કરીને ,ક્ષમા અને માફી આપીને આપણાં જીવનમાંથી તેઓના ઋણ ને શૂન્ય કરી દઈએ..ભાઈ ભાઈ એકબીજા સાથે સલાહ કરી લઈએ,બહેનો બહેનો એક બીજા સાથે સલાહ કરી લઈએ,ભાઈ બહેનો એક બીજા સાથે સલાહ કરી લઈએ...
    અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.
માથ્થી 6:12
         જ્યાં સુધી આપણે આપણા ઋણી ઓ ને માફ ન કરીશું ત્યાં સુધી આપણાં પાપો પણ પ્રભુ આપણને માફ ન કરશે.તેથી આ વર્ષનાં ૨૦૨૧ છેલ્લા ત્રણ દિવસ મનોમંથન અને આત્મિક હિસાબ ના દિવસો છે..પોત પોતાનું આત્મિક ખાતા ની તપાસ કરીયે.અને હિસાબ કરીયે ....અને દરેકને ક્ષમા આપીએ,આપણી ભૂલ થઈ હોય તો માફી માંગી લઈએ..રખેને નવા વર્ષમાં દેવ આપણું અર્પણ માન્ય ના કરે,જેવી રીતે કાઈન નું અર્પણ માન્ય ન કર્યું....ઝડપથી આપણાં દરેક મિત્રો,સગાઓ ને આ મેસેજ ફોરવર્ડ કરીયે અને કહીયે...આ વર્ષમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તમને દુઃખ પહોચાડ્યું હોય તો તેની મને માફી આપો....હું મારું ખાતું ઝીરો કરવા માગું છું....ખ્રિસ્તે જેવી રીતે આપણને માફી બક્ષી તે રીતે આપણે પણ ક્ષમા કરીયે...તમેજ માફી માંગી લઇએ....
         જેથી ૨૦૨૨ માં આપણે પુષ્કળ પ્રમાણ માં આપણે દેવની કૃપા ને મેળવી શકીએ....

*જેવા સાથે તેવા*

   
*જેવા સાથે તેવા*

 "જેવા સાથે તેવા" એટલે જે જેવો વ્યવહાર કરે તેની સાથે તેવો વ્યવહાર કરવો. આ ગુજરાતી કહેવત ખૂબ પ્રચલિત છે.પણ આ કહેવત બાઇબલનાં સિદ્ધાંત ને આધારિત નથી...એક ખ્રિસ્તી વ્યક્તિ આ કહેવત પ્રમાણે ચાલવા જાય તો ,એ ખ્રિસ્તની આજ્ઞા મુજબ ચાલી શકતો નથી..
      જો સ્વર્ગીય પિતા મનુષ્ય ની સાથે આ રીતે ચાલ્યા હોત ,તો મનુષ્ય અનંતકાળ સુધી ખ્રિસ્તના બલિદાન વગર રહ્યો હોય,કેમકે વચન કહે છે કે,જે પાપ કરે તે માર્યો જાય...
      "જેવા સાથે તેવા" એ જગતની ફિલસૂફી છે.એક ખ્રિસ્તી વ્યક્તિનાં વ્યાકરણ માં "જેવા સાથે તેવા" એ કહેવત આવવી ન જોઈએ..
      દા. ત. ઘણી બધી વખત મિત્રો વચ્ચે પણ કડવાશ ઉતપન્ન થાય છે.ત્યારે શૈતાન તેઓની વચમાં કાન ભારંભેરની કરે છે.કે મારો મિત્ર મને ફોન નથી કરતો ,કે મેસેજ નથી કરતો તો હું પણ તેને ફોન નહીં કરીશ.સગા સબંધી ઓ માં પણ એવો મત હોય છે કે,એ લોકો આપણાં ઘરે નથી આવતા એટલે આપણે પણ એમના ઘરે નહીં જવાનું....તે મારી સાથે આવો વ્યહવાર કરે છે માટે હું પણ એમજ કરીશ.... આ જગત ની ફિલસૂફી છે..
      જો  ખ્રિસ્ત ઈસુ આપણાં માટે "જેવા સાથે તેવા" ની કહેવત પ્રમાણે વર્ત્યા હોત તો આપણું આવી બનત..
     જયારે આપણે ખ્રિસ્ત થી દૂર હતા ત્યારે આપણી હાલત નીચે પ્રમાણે હતી.
      *આખું માથું રોગિષ્ટ અને આખું હ્રદય નિર્ગત છે. પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાગ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.*
યશાયા 1:5‭-‬6 

જગત કરે છે તેમ આપણે કરીયે તો એમાં કંઈ નવાઈ નથી.વચન કહે છે તેમ
      તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓના પર જો તમે પ્રેમ રાખો, તો તેમાં *તમારી મહેરબાની શાની?* કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારા પર પ્રેમ રાખે છે.
લૂક 6:32 
       જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં *તમારી મહેરબાની શાની?* કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.
લૂક 6:33 
        વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં *તમારી મહેરબાની શાની?* કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
લૂક 6:34 
     પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.
લૂક 6:35
         વચન તો કહે છે વૈરીઓ ઉપર પ્રેમ રાખો,પરંતુ આપણે તો ભાઈ ઓ ઉપર પણ પ્રેમ રાખી શકતા નથી,એ સત્ય વાત છે..કેમકે હજી પણ આપણાં જીવનમાં એ દૈવી પ્રેમ ની કમી છે..એ દૈવી પ્રેમ જે પોતાને વધસ્તંભ પર જડનાર લોકો ને માટે કહી શકે છે કે પિતા તેઓને માફ કર, એ દૈવી પ્રેમ જે પોતાને કોરડાં મારનાર અને ખ્રિસ્તની પીઠ ને છોલી નાખનાર ને કહી શકે છે કે પિતા તેઓને માફ કર, કેમકે તેઓ શું કરે છે તે તેઓ જાણતાં નથી..
         *લાગૂકરણ:
         અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.
રોમનોને પત્ર 5:5* 

પ્રાર્થના: હૈ સ્વર્ગીય પિતા,જેવા સાથે તેવા એ માનવીય સ્વભાવ છે,પણ જેવા સાથે ખ્રિસ્ત જેવા એ તો દૈવી સ્વભાવ છે ,ખ્રિસ્ત ઇસુનો સ્વભાવ પહેરી લેવા મને પવિત્ર આત્મા દ્વારા મદદ કરો..આમીન

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...