*નવા વર્ષ ૨૦૨૨ માં જતા પહેલા ઋણ નું ખાતું ઝીરો કરીએ*
એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’ તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
માથ્થી 5:23-24
પ્રભુ નો આભાર માનીએ કે ,આ વર્ષે પ્રભુએ આપણ ને પુષ્કળ કૃપા આપીને સંભાળીને ચલાવ્યા,આ દિવસો દેવની આગળ આભાર સ્તુતિ ના અર્પણ ચઢાવવા ના છે.તેમજ નવા વર્ષનાં દિવસે પણ આપણે દેવળ માં જઈને પ્રભુ આગળ અર્પણ ચઢાવીશું..
તે પહેલાં આપણાં ઋણ નું ખાતું શૂન્ય કરીયે,આપણાં માનવીય સ્વભાવ ને લીધે કોઈ ભાઈ બહેન સાથે કોઈ પણ તકરાર ,કે મતભેદ થયો હોય તો તે બાબતે તેમની સાથે સલાહ કરીને ,ક્ષમા અને માફી આપીને આપણાં જીવનમાંથી તેઓના ઋણ ને શૂન્ય કરી દઈએ..ભાઈ ભાઈ એકબીજા સાથે સલાહ કરી લઈએ,બહેનો બહેનો એક બીજા સાથે સલાહ કરી લઈએ,ભાઈ બહેનો એક બીજા સાથે સલાહ કરી લઈએ...
અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.
માથ્થી 6:12
જ્યાં સુધી આપણે આપણા ઋણી ઓ ને માફ ન કરીશું ત્યાં સુધી આપણાં પાપો પણ પ્રભુ આપણને માફ ન કરશે.તેથી આ વર્ષનાં ૨૦૨૧ છેલ્લા ત્રણ દિવસ મનોમંથન અને આત્મિક હિસાબ ના દિવસો છે..પોત પોતાનું આત્મિક ખાતા ની તપાસ કરીયે.અને હિસાબ કરીયે ....અને દરેકને ક્ષમા આપીએ,આપણી ભૂલ થઈ હોય તો માફી માંગી લઈએ..રખેને નવા વર્ષમાં દેવ આપણું અર્પણ માન્ય ના કરે,જેવી રીતે કાઈન નું અર્પણ માન્ય ન કર્યું....ઝડપથી આપણાં દરેક મિત્રો,સગાઓ ને આ મેસેજ ફોરવર્ડ કરીયે અને કહીયે...આ વર્ષમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તમને દુઃખ પહોચાડ્યું હોય તો તેની મને માફી આપો....હું મારું ખાતું ઝીરો કરવા માગું છું....ખ્રિસ્તે જેવી રીતે આપણને માફી બક્ષી તે રીતે આપણે પણ ક્ષમા કરીયે...તમેજ માફી માંગી લઇએ....
જેથી ૨૦૨૨ માં આપણે પુષ્કળ પ્રમાણ માં આપણે દેવની કૃપા ને મેળવી શકીએ....
No comments:
Post a Comment