*વચન નો કૂવો ગાળી કાઢીએ*
અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે *ઇસહાકે ગાળી કાઢયા*, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં.
ઉત્પત્તિ 26:18
પાણી એ જીવન છે,અને એ કુવામાંથી અને ઝરાઓ માંથી પ્રાપ્ત થાય છે.ખ્રિસ્ત ઈસુ પોતે જીવતું પાણી છે,અને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે,તેના જીવન માંથી જીવતા પાણી ની નદી વહે છે.
ઇબ્રાહિમે પોતાનાં વખત માં અલગ અલગ પ્રકારનાં કૂવાઓ ખોદયા હતા,
જેને આપણે અલગ અલગ રૂપક આપી શકીએ
*વચન રૂપી કૂવો*
દેવનું પવિત્ર વચન એક આત્મિક કુવા સમાન છે,પવિત્ર બાઈબલ એ દેવનું હૃદય છે,જે દેવનાં વિચારો પ્રગટ કરે છે.પવિત્ર બાઈબલના કૂવા માંથી આપણાં પૃથ્વી પરના જીવનને માટે ભરપૂર ખજાનો છે.
જીવનનો એવો કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ બાઈબલ માં નથી
ગીતશાસ્ત્ર ૧૧૯ એ દેવનાં નિયમ નું મહત્વ સમજાવે છે.
આ વચનના કુવા માંથી શું શું મળે છે?
-નિયમશસ્ત્ર ની અદભુત વાતો
- હર્દય ને પ્રફુલ્લિત કરે છે -;ગી. શા ૧૧૯:૩૨
- માર્ગમાં અજવાળું - ગી.શા. ૧૧૯:૧૦૩
- શાંતિ મળે છે ગી.શા ૧૧૯:૧૬૫.
- જીવનક્રમ શુદ્ધ થાય છે ગી. શા ૧૧૯:૯
- વચન દ્વારા ખ્રિસ્ત આપણાં માં રહે છે
યોહાન ૧૫:૭
જીવિત પરમેશ્વર ના જીવંત વચનો પર પ્રેમ રાખીએ
દરરોજ તેને વાંચીએ,મનન કરીયે
વચનો નો અભ્યાસ કરીયે
આ વચન નો કૂવો જો આપણાં રોજીંદા જીવનમાં પુરાઈ ગયો હોય તો આજે જ ઇસહાક ની માફક ફરી ગાળી કાઢીએ..
રોજનાં વાંચન નું શિડયુલ બનાવીએ
પદ્ધતિસર નો બાઈબલ અભ્યાસ આજે જ શરૂ કરીએ
No comments:
Post a Comment