Saturday, 1 December 2018

સમય નો સદુપયોગ

🔥સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન🔥

વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કાર,માઠા દિવસો આવ્યા પહેલા;વળી જે વર્ષો વિશે તું એમ કહેશે કે,તેમાં મને કઇ સુખ નથી તે નજીક આવ્યા પહેલા ,તેનું સ્મરણ કર...સભાશિક્ષક ૧૨:૧

તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
એફેસીઓને પત્ર ૫:૧૫-૧૭

       વ્હાલા ઇગ્નાઇટ મિત્રો,ખ્રિસ્ત ઇસુમાં પ્રેમી સલામ
દાઉદ ભક્ત કહે છે કે,તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય. ગીતશાસ્ત્ર 90:12
        જીવન ને કેવી રીતે ગણી શકાય? એનો મતલબ એમ કે આપણા જીવનની એક એક પળ ને ,હર સમયને સાચવીને વાપરવું,
        ઈશ્વરના ઠરાવેલા આયુષ્ય મુજબ, અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.ગીતશાસ્ત્ર ૯૦:૧૦
        આપણું પૃથ્વી પરનું જીવન ખૂબ મર્યાદિત છે,જો કોઈની ઉમર હાલ ૩૦ વર્ષ હોય ,તો બાઇબલ મુજબ ૭૦ વર્ષનું તેનું આયુષ્ય હોય તો તેની પાસે બચેલા વર્ષો ૪૦ જેટલા હોય,
        એક વર્ષના ૩૬૫ દિવસો એમ જો ૪૦ વર્ષ ગણીએ તો ૧૪૬૦૦ જેટલા તેના જીવનનાં બાકી રહેલા દિવસો હોય,
       હવે ૧૪૬૦૦ દિવસના કલાકો
        ૧૪૬૦૦ દિવસ *૨૪ કલાક =૩૫૦૪૦૦ કલાકો,
         હવે એક દિવસનો હિસાબ કરીયે તો,
              ૨૪ કલાકમાંથી ૮ કલાક ઊંઘવામાં,
   બચેલા ૧૬ કલાકમાંથી ૯ કલાક નોકરી/અભ્યાસમાં,
   બચ્યા  ૧૬-૯ એટલે ૭ કલાક જેમાંથી ૨ કલાક દૈનિક ક્રિયાઓ કરવા (નાહવા-ધોવા-જમવા) વગેરે માં થાય એટલે ૫ જેટલા કલાક રોજનાં બાકી રહે
            ૧૪૬૦૦ દિવસો *૫ કલાકો = ૭૩૦૦૦ કલાકો
            ૨૪ કલાક નો ૧ દિવસ તો ૭૩૦૦૦ કલાકના કેટલા દિવસો ?  એમ ૩૦૪૨ દિવસો ફાજલ થાય એને વર્ષ માં ફેરવીએ તો ફક્ત  ૮.૩૩ વર્ષ થાય એમ આપણને ૪૦ વર્ષ માંથી ૮.૩૩ વર્ષ ફાજલ મળે જેમાં આપણે કોઇ પણ પ્રવૃત્તિ કરી શકીયે....

વિચારવા જેવી બાબત છે કે ,નોકરી/અભ્યાસ/ધંધો કરનારને ૪૦ વર્ષ માંથી ૮.૩૩ વર્ષ જ ફાજલ સમય મળતો હોય તો ,તે વ્યક્તિ એ દેવને આપવા માટેનો સમય કેટલો?

મિત્રો ,જો તમને સમય મળે છે તો દરેક વ્યક્તિ દેવની ઉપસ્થતી માં રહો,કેમકે નોકરી /અભ્યાસ/ધંધો કરનાર ને તો બહુજ ઓછો સમય મળે છે તેથી જ દેવનું વચન એવુ કહે છે કે ,સમય નો સદુપયોગ કરો કેમકે દહાડા ભૂંડા છે.
           

Saturday, 24 November 2018

એ ખુદા એ ખુદા તું હૈ સુનતા દુઆ

એ ખુદા એ ખુદા તું હૈ સુનતા દુઆ
તું તસલ્લી મેરી,તું સબલ હૈ મેરા
તું હૈ મેરી શિફા,તું હૈ મેરા ખુદા
....એ ખુદા

યાબેઝકી તુને સુનલી દુઆ
મેરી ભી સુનતા હૈ મેરા ખુદા (૨)
દૌડ આતા હૈ સુનકે મેરી પુકાર
જબ મેં ગીરું થામ લેતા હૈ હાથ (૨)
હર જગહ તું હી તું,હર ઘરરે મેં તું(૨)
.....તું તસલ્લી મેરી

મંઝિલ હૈ તું રસ્તા ભી હૈ તું
ચલના શિખાદે મુજે પાક રૂહ (૨)
બઢતા રહે તું મેં ઘટતા રહું
બસ તું હી તું મુજમે રૂબરૂ (૨)
કમજોરી મેં ભી મેરી તાકત હૈ તું
.....તું તસલ્લી મેરી

હર મર્ઝકી હૈ તું હૈ દવા
હર એક દુઆ તુજસે હી રવા (૨)
ક્યા મૈને પાયા,ક્યા મેને ખોયા
બાકી તુજે લગતા સબ હૈ જાયા(૨)
અબ જીના મસીહ ,મરના હૈ નફા (૨)
.....તું તસલ્લી મેરી

આત્મિક રુકાવટ નો સામનો

🔥*સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન*🔥

પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, "વજન ઊંચકનારા મજૂરો પુષ્કળ થાકી ગયા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી."
નહેમ્યા 4:10

*આધારવચન: થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે: પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
યશાયા 40:29-31*

        જ્યારે નહેમ્યા અને તેમના સાથી યહૂદીઓ એ યરૂશાલેમનો કોટ બાંધવાની શરૂઆત કરી,ત્યારે તેઓએ શરૂઆત તો ખુબજ હોશથી કરી પણ ધીરે ધીરે તેઓ થાકી ગયા અને તેઓ ફરિયાદ કરવા લાગ્યા કે,અમે ખુબજ થાકી ગયા છીએ,અને કચરો બહુ છે અને અમે કોટ બાંધી શકતા નથી.
        આપણે ગત દિવસોમાં દેવની સાર્વત્રિક મંડળીના જે તૂટી ગયેલા કોટ છે તે બાંધવાની,કોટ માં પડી ગયેલા ગાબડાંઓ પુરવાની શરૂઆત કરી છે.દેવે આપણા જીવનોમાં  તેમનો અગ્નિ રેડી દીધો છે.અને આપણને પ્રજવલિત કર્યા છે.
        મિત્રો આપણે જે ઉત્સાહથી શરૂઆત કરી છે તે જ ઉત્સાહ અંત સુધી જાળવી રાખીયે.આપણે કેવી રીતે આ ઉત્સાહને જાળવી રાખી શકીયે?
        મિત્રો ,આપણે જગતમાં જીવીએ છીએ ,અને અભ્યાસ,નોકરી,ધંધો,કામકાજ,વગેરે કરીયે છે,તેથી ઘણી વખત આપણે  થાકી જઇયે છે,અને નિરાશામાં કે સંકટ માં પણ આવી પડીએ છીએ.અને આ દૈહિક બાબતો ને લીધે કદાચ આપણે આત્મિક કોટ બાંધવાની કામગીરી તરફ દુર્લક્ષ સેવીએ છીએ.
        પણ ઈશ્વરનું વચન યશાયા ૪૦:૨૯ -૩૧
        થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે.
        * પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.*
        * જયારે આપણે ઇશ્વર ની વાટ જોઈએ છીએ ત્યારે,૧. આપણે સામર્થ્ય પામીએ છીએ.
૨. આપણે ગરુડની પેઠે પાંખો પ્રસારીશું.
૩. આપણે દોડશું અને થાકીશું નહીં.
૪. આપણે આગળ ચાલીશું અને નિર્બળ થશું નહીં.

પ્રાર્થના: હૈ અમારા સામર્થ્ય અને  બળ એવાં અમારા ઈશ્વર ,પ્રભુ ઈસુ ખ્રિસ્ત,અમે દરરોજ તમારી ઉપસ્થિતીમાં વ્યક્તિગત રીતે આવીએ ,અને સ્તુતિ આરાધનાના અર્પણ ચઢાવીએ અને તમારા વચનો વાંચવા અને મનન કરવા અલગથી સમય કાઢીને તમારી વાણીની વાટ જોઈ શકીયે માટે પવિત્ર આત્મા દેવ  તમે સહાય કરો. પ્રભુ ઈસુ નાં નામમાં માંગીએ છીએ આમીન.

આત્મિક કોટ બાંધવો

બાઇબલ વાંચન :નહેમ્યા  ૪:૭-૯
આધાર વચન:...પણ અમે અમારાં દેવની પ્રાર્થના કરી.નહેમ્યા ૪:૯

      વહાલા ઈગનાઇટ મિત્રો   ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ,
          ગત દિવસોની મીટીંગ દરેક ને માટે આશીષ નું કારણ બની,માટે માત્ર ઈશ્વરનો જ આભાર.પણ આપણે આવી જ રીતે આત્મિક રીતે આગળ વધતા જઇયે.
       ગુલામીમાં જવાને કારણે,યરૂશાલેમ ની સ્થિતી ખુબજ ગંભીર હતી,નહેમયા ૧:૧-૩ કલમોમાં નહેમયા યરૂશાલેમ ની અધમ દશા વિશે સાંભળે છે.
       ૧. તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં છે.
       ૨. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે.
       ૩. તેનાં દરવાજા પણ બાળી નાખવામાં આવેલા છે.
      આપને જાણીએ છીયે કે,આપણો ખ્રિસ્તી સમાજ આત્મિક રીતે મહાસંકટમાં અને અધમ દશામાં પડેલા છે. આત્મિક ખોટ ને લીધે દરેકે શહેરનાં કોટ રૂપી(રક્ષણ,સામર્થ્ય) દેવના અભિષેકને ગુમાવી દીધો છે. (કોટ તોડી પાડવામાં આવેલો છે.
    યરુશાલેમની આસપાસ ઘણી બધી પ્રજાઓ રહેતી હતી ,અરબો ,અમ્મોનીઓ તથા આશ્દોદીઓ વગેરે સાન્બાલાટ ,ટોબીયા એ યરુશાલેમના વિરોધીઓ હતા,અને જયારે દેવની ઈચ્છામાં નહેમ્યા અને યહુદીઓએ યરુશાલેમનો કોટ બાંધવાની અને મરામત કરીને ગાબડા પુરવાની શરૂઆત કરી ત્યારે યરુશાલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પડવાની તે સર્વે મળીને યોજના બનાવી.
વ્હાલા ઇગ્નાઈટ મિત્રો,
ગત દિવસોમાં થયેલી સળગતી મીટીંગો દ્વારા આપણે યરુશાલેમ એટલે દેવનું રાજ્ય બાંધવા માટે ,આત્મિક રીતે પડી ભાંગેલા જીવનોને મરામત કરવાની શરૂઆત કરી છે. ત્યારે દુષ્ટ શૈતાન  સાન્બાલાટ ,ટોબીયા જેવા વ્યક્તિઓ દ્વારા આ કામ માં અવરોધ લાવશે. નહેમ્યા ૪:૭ “ તેઓએ સાંભળ્યું કે ,યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે ,ને ગાબડા પુરાવા લાગ્યા છે.ત્યારે તેઓને બહુ ક્રોધ ચઢ્યો અને તે કામ માં રુકાવટ લાવવાની તેઓ સર્વે મળીને યોજના બનાવી “
પણ જેવી રીતે નહેમ્યા તેમજ તેના સાથી યહુદીઓએ કલમ ૯ પ્રમાણે આપણે પણ આપણા દેવની પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે.અને રાત દિવસ શૈતાનની કુયુક્તિઓ પારખી જવાને માટે તેમજ તેની યોજના ને પ્રભુની સહાયથી નિષ્ફળ કરવાને માટે ખુબજ સજાગ રહેવાનું છે.અને જે આત્મિક દોડ શરુ કરી છે તેને અંત સુધી ચાલુ રાખવાની છે.

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...