🔥*સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન*🔥
પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, "વજન ઊંચકનારા મજૂરો પુષ્કળ થાકી ગયા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી."
નહેમ્યા 4:10
*આધારવચન: થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે: પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
યશાયા 40:29-31*
જ્યારે નહેમ્યા અને તેમના સાથી યહૂદીઓ એ યરૂશાલેમનો કોટ બાંધવાની શરૂઆત કરી,ત્યારે તેઓએ શરૂઆત તો ખુબજ હોશથી કરી પણ ધીરે ધીરે તેઓ થાકી ગયા અને તેઓ ફરિયાદ કરવા લાગ્યા કે,અમે ખુબજ થાકી ગયા છીએ,અને કચરો બહુ છે અને અમે કોટ બાંધી શકતા નથી.
આપણે ગત દિવસોમાં દેવની સાર્વત્રિક મંડળીના જે તૂટી ગયેલા કોટ છે તે બાંધવાની,કોટ માં પડી ગયેલા ગાબડાંઓ પુરવાની શરૂઆત કરી છે.દેવે આપણા જીવનોમાં તેમનો અગ્નિ રેડી દીધો છે.અને આપણને પ્રજવલિત કર્યા છે.
મિત્રો આપણે જે ઉત્સાહથી શરૂઆત કરી છે તે જ ઉત્સાહ અંત સુધી જાળવી રાખીયે.આપણે કેવી રીતે આ ઉત્સાહને જાળવી રાખી શકીયે?
મિત્રો ,આપણે જગતમાં જીવીએ છીએ ,અને અભ્યાસ,નોકરી,ધંધો,કામકાજ,વગેરે કરીયે છે,તેથી ઘણી વખત આપણે થાકી જઇયે છે,અને નિરાશામાં કે સંકટ માં પણ આવી પડીએ છીએ.અને આ દૈહિક બાબતો ને લીધે કદાચ આપણે આત્મિક કોટ બાંધવાની કામગીરી તરફ દુર્લક્ષ સેવીએ છીએ.
પણ ઈશ્વરનું વચન યશાયા ૪૦:૨૯ -૩૧
થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે.
* પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.*
* જયારે આપણે ઇશ્વર ની વાટ જોઈએ છીએ ત્યારે,૧. આપણે સામર્થ્ય પામીએ છીએ.
૨. આપણે ગરુડની પેઠે પાંખો પ્રસારીશું.
૩. આપણે દોડશું અને થાકીશું નહીં.
૪. આપણે આગળ ચાલીશું અને નિર્બળ થશું નહીં.
પ્રાર્થના: હૈ અમારા સામર્થ્ય અને બળ એવાં અમારા ઈશ્વર ,પ્રભુ ઈસુ ખ્રિસ્ત,અમે દરરોજ તમારી ઉપસ્થિતીમાં વ્યક્તિગત રીતે આવીએ ,અને સ્તુતિ આરાધનાના અર્પણ ચઢાવીએ અને તમારા વચનો વાંચવા અને મનન કરવા અલગથી સમય કાઢીને તમારી વાણીની વાટ જોઈ શકીયે માટે પવિત્ર આત્મા દેવ તમે સહાય કરો. પ્રભુ ઈસુ નાં નામમાં માંગીએ છીએ આમીન.
No comments:
Post a Comment