બાઇબલ વાંચન :નહેમ્યા ૪:૭-૯
આધાર વચન:...પણ અમે અમારાં દેવની પ્રાર્થના કરી.નહેમ્યા ૪:૯
વહાલા ઈગનાઇટ મિત્રો ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ,
ગત દિવસોની મીટીંગ દરેક ને માટે આશીષ નું કારણ બની,માટે માત્ર ઈશ્વરનો જ આભાર.પણ આપણે આવી જ રીતે આત્મિક રીતે આગળ વધતા જઇયે.
ગુલામીમાં જવાને કારણે,યરૂશાલેમ ની સ્થિતી ખુબજ ગંભીર હતી,નહેમયા ૧:૧-૩ કલમોમાં નહેમયા યરૂશાલેમ ની અધમ દશા વિશે સાંભળે છે.
૧. તેઓ મહાસંકટમાં તથા અધમ દશામાં છે.
૨. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે.
૩. તેનાં દરવાજા પણ બાળી નાખવામાં આવેલા છે.
આપને જાણીએ છીયે કે,આપણો ખ્રિસ્તી સમાજ આત્મિક રીતે મહાસંકટમાં અને અધમ દશામાં પડેલા છે. આત્મિક ખોટ ને લીધે દરેકે શહેરનાં કોટ રૂપી(રક્ષણ,સામર્થ્ય) દેવના અભિષેકને ગુમાવી દીધો છે. (કોટ તોડી પાડવામાં આવેલો છે.
યરુશાલેમની આસપાસ ઘણી બધી પ્રજાઓ રહેતી હતી ,અરબો ,અમ્મોનીઓ તથા આશ્દોદીઓ વગેરે સાન્બાલાટ ,ટોબીયા એ યરુશાલેમના વિરોધીઓ હતા,અને જયારે દેવની ઈચ્છામાં નહેમ્યા અને યહુદીઓએ યરુશાલેમનો કોટ બાંધવાની અને મરામત કરીને ગાબડા પુરવાની શરૂઆત કરી ત્યારે યરુશાલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પડવાની તે સર્વે મળીને યોજના બનાવી.
વ્હાલા ઇગ્નાઈટ મિત્રો,
ગત દિવસોમાં થયેલી સળગતી મીટીંગો દ્વારા આપણે યરુશાલેમ એટલે દેવનું રાજ્ય બાંધવા માટે ,આત્મિક રીતે પડી ભાંગેલા જીવનોને મરામત કરવાની શરૂઆત કરી છે. ત્યારે દુષ્ટ શૈતાન સાન્બાલાટ ,ટોબીયા જેવા વ્યક્તિઓ દ્વારા આ કામ માં અવરોધ લાવશે. નહેમ્યા ૪:૭ “ તેઓએ સાંભળ્યું કે ,યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે ,ને ગાબડા પુરાવા લાગ્યા છે.ત્યારે તેઓને બહુ ક્રોધ ચઢ્યો અને તે કામ માં રુકાવટ લાવવાની તેઓ સર્વે મળીને યોજના બનાવી “
પણ જેવી રીતે નહેમ્યા તેમજ તેના સાથી યહુદીઓએ કલમ ૯ પ્રમાણે આપણે પણ આપણા દેવની પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે.અને રાત દિવસ શૈતાનની કુયુક્તિઓ પારખી જવાને માટે તેમજ તેની યોજના ને પ્રભુની સહાયથી નિષ્ફળ કરવાને માટે ખુબજ સજાગ રહેવાનું છે.અને જે આત્મિક દોડ શરુ કરી છે તેને અંત સુધી ચાલુ રાખવાની છે.
No comments:
Post a Comment