Tuesday, 17 August 2021

સત્ય તમને મુક્ત કરશે

સત્ય તમને મુક્ત કરશે

 તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
યોહ. 8:44 

    જૂઠ એ સત્ય ને દાબી નાખે છે ,
    જૂઠ એક પડદા સમાન છે જે સત્યને ઢાંકી રાખે છે.

      જૂઠું બોલવું એ માણસ માટે સહજ વાત થઈ ગઈ છે
આપણે હાલતા ચાલતા જૂઠું બોલતા હોય છે.જૂઠું બોલવાની બાબત ને આપને સહજ રીતે લઈએ છીએ.અને આપણ તેને નાનું પાપ ગણીએ છીએ.પણ ઈશ્વર ની આગળ નાનું પાપ અને મોટું પાપ એવો કોઈ માપ દંડ નથી. ઈશ્વર દરેક પાપ ને પાપ જ ગણે છે. એ નાનું હોય કે મોટું .
          માત્થી ૨૮:૧૧-૧૫ માં ખ્રિસ્ત ઈસુ નાં પુનરુત્થાન નાં સત્ય ને જૂઠ થી દાબી નાખવા માં આવે છે.દરેક ચોકીદારે ખ્રિસ્ત ઈસુ ની કબર પર જે પત્થર ગબડ્યો તે અને ખ્રિસ્ત નાં પુનરુત્થાન નાં સત્ય ને પોતાની નરી આંખે જોયું.
          જો આ સત્ય યહૂદી સમાજ માં પ્રગટ થાય તો એક મોટી સાક્ષી ઊભી થાય અને આખો યહૂદી સમાજ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરીને તારણ પામે.
          પરંતુ ખ્રિસ્ત ઈસુ નાં પુનરુત્થાન નાં સત્ય ને દાબી નાખવા માટે તેમજ જૂઠું બોલવા માટે સિપાઈ ઓ ને ઘણાં નાણાં આપવામાં આવે છે. કલમ ૧૨ 
          અને તેઓ જૂઠું બોલે છે અને એજ વાત આજ સુધી યહૂદીઓ માં ચાલતી આવે છે. એ જૂઠ હજી સુધી યહૂદી સમાજ માં રાજ્ય કરતું આવ્યુ છે અને તેઓ ખ્રિસ્ત નાં તારણ નાં અનુભવથી વંચિત છે.
          શૈતાન એ અસ્ત્ય નો પિતા છે.
          તે જૂઠો અને જૂઠા નો બાપ છે.
          તેણે જૂઠ બોલીને સ્વર્ગ ના ઘણા દૂતો ને પતિત્ત કર્યાં
          તેણે એડન વાડી માં જૂઠ બોલી ને મનુષ્ય નો ઘાત કર્યો
          તે સત્ય માં સ્થિર રહ્યો નહિ

એ સત્યને દાબી રાખવા માંગે છે ,કેમકે  તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
યોહાન 8:32

સત્ય માં સ્વતંત્ર કરવાનું સામર્થ્ય છે,
સત્ય એજ જીવન છે.
સત્ય એ ખ્રિસ્ત ઈસુ પોતે છે.
દેવનું વચન એ જ સત્ય છે.

એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
એફેસીઓને પત્ર 4:25

જો આજ સુધી આપણે જૂઠું બોલવું એ સહજ ગણ્યું હોય તો આજે જ પ્રભુ પાસે આવીએ ,દેવની પાસે જઈએ અને માફી માગીએ ,કે પ્રભુ મારા પાપ ની માફી મને આપો અને મને સત્ય થી પવિત્ર કરો.હું કોઈ પણ વાતે જૂઠું ન બોલું માટે મને તમે તમારા સત્ય નાં આત્મા થી ભરી દો.પ્રભુ ઈસુના નામ માં માંગુ છું. Amen

લાગુકરણ :
      ઈસુ ખ્રિસ્ત મારા પ્રભુ જે સર્વ સત્ય છે તમેને હું પહેરી લઈ મારા જીવન દ્વારા સુવાર્તા નું સત્ય છે,તારણ નું જે સત્ય છે,અનંતજીવન નું જે સત્ય છે તે લોકો ની આગળ હું પ્રગટ કરીશ. અને કોઈ પણ જૂઠ ને મારા જીવન માં કાર્ય કરવા દઈશ નહિ અને મારા મુખ દ્વારા કોઈ પણ સમય જૂઠ બોલીશ નહિ.

Friday, 13 August 2021

પરેમશ્વર ની હજુરનું આચ્છાદન

*માણસના કાવતરાંથી તમારી હજૂરના આચ્છાદાન વડે તમે તેઓને ઢાંકીને બચાવશો; જીભના કંકાસથી તમે તેઓને માંડવામાં સંતાડી રાખશો.*
ગીતશાસ્‍ત્ર 31:20 

          આપણે અગાઉ નાં મનન માં જોયું તે પ્રમાણે શૈતાન અનેક રીતે મનુષ્ય નો ઉપયોગ કરીને પોતાની યોજના ઓ દેવના લોકો ની વિરૃદ્ધ અજમાવે છે.
          આપણી આજુ બાજુ ઘણા એવા લોકોનું સંઘઠન હોય છે ,જે જગતનાં આત્મા થી પ્રેરણા મેળવતા હોય છે.જે ખ્રિસ્ત વિરોધી નો આત્મા છે.
          અને ખ્રિસ્ત ની મંડળી વિરુદ્ધ ,દેવના અભિષેક પામેલા સેવકો અને વિશ્વાસીઓ વિરુદ્ધ આ માણસો અલગ અલગ કાવતરા ઓ ઘડતા હોય છે.આ લોકો શેતાન અને તેના એજન્ટો હોય છે.
   જેઓના કાવતરા મંડળીનાં કુટુંબોને તોડવા ,
   દેવનાં સેવકો ને અલગ અલગ કાવતરા ઓ થી પાડી નાખવા 
   દેવના લોકો ને ખ્રિસ્ત થી દુર લઈ જવા
   દેવના લોકો ને ભ્રાંતિ (ભૂલ) માં રાખવા
   દેવના લોકો ને સત્ય નું જ્ઞાન ન થવા દેવું
તેઓનું સંઘઠન હોય છે તેઓ ટીમ વર્ક કરીને દેવની મંડળી ને તોડે છે અને દેવના લોકો ને પ્રભુ થી દુર લઈ જાય છે.

જેવી રીતે આપણે પ્રાર્થના કરીયે છીએ તેઓ પણ પ્રાર્થના કરે છે પણ તે જીભ ના કંકાસ સમાન હોય છે.ખ્રિસ્ત ના લોકો પોતાની જીભ વડે આશીર્વાદ બોલે છે.જયારે આવા શૈતાન ના એજન્ટ દેવની મંડળી અને સેવકો ની વિરુદ્ધ શ્રાપ ના શબ્દો બોલે છે.કુટુંબો ની વિરુદ્ધ શ્રાપ ના શબ્દો બોલે છે.

આવા એજન્ટો ની પ્રવૃત્તિ અને કાવતરા ને અને જીભ ના કંકાસ ને કારણે મંડળી આજે બંધાયેલી છે,સાંકળો થી કેમકે દેવનું સત્ય તેઓથી સંતાડી રખાયેલું છે.

પણ આજે દરેક મંડળી એ ઉભા થવાની જરૂર છે.
જો મંડળી કે તેના સેવકો દેવનાં હજુર ના આચ્છાદન માં છે તો દેવ તમને ઢાંકી ને બચાવશે.

*હજુર નું આચ્છાદન શું છે?*
    હજૂરી એટલે દેવની હાજરી
    જે વ્યકતિ દેવની હાજરી નાં સબંધમાં છે
    જે વ્યકતિ દેવની સાથે નિત્ય સમય ગાળે છે
    જે વ્યકતિ રોજ ઈશ્વરનાં વચન માં તેમની ઈચ્છા શોધે છે
    જે વ્યકતિ રોજ તેમની સ્તુતિ કરતો રહે છે
    જે વ્યકતિ દરેક સમય પવિત્ર આત્મા ની દોરવણી પ્રમાણે ચાલે છે
    તે વ્યક્તિ *સર્વશક્તિમાન દેવ તરફથી અભિષેક* પામે છે
    *અભિષેક* એજ *દેવની હજુર નું આચ્છાદન* છે.
    *અભિષેક* ઝુસરીને તોડે છે.
    *અભિષેક* આપનો ભાર ઊંચકી લે છે.
    *અભિષેક* માણસનાં કાવતરા થી રક્ષણ કરે છે.
    *અભિષેક* એ દેવનું દૈવી રક્ષણ છે.
    અભિષેક દ્વારા દેવ આપણને ઢાંકી ને રાખે છે.

લાગુકરણ:-
        દેવની હજૂરી માં નિત્ય સમય કાઢી ને વ્યક્તિગત રીતે આવીએ તો પ્રભુ તેમના હજૂરના આચ્છાદાન (આત્માના અભિષેક) વડે આપણને ઢાંકી ને બચાવશે.

Wednesday, 11 August 2021

ખ્રિસ્ત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો

પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા જ ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા ન દો.
ગીતશાસ્‍ત્ર 141:8 

જયારે ઈશ્વર આપણાં જીવનમાં ખૂબ મોટું કાર્ય કરવાનાં હોય ત્યારે શૈતાન પોતાની તરફ આપણાં ધ્યાન ને કેન્દ્રિત કરવા ને માટે પ્રયત્ન કરે છે.

શૈતાન નું શસ્ત્ર :ધ્યાન ભંગ
      આ શૈતાન નાં શસ્ત્ર વિશે આપણે કદાચ હજી સુધી સાંભળ્યું નથી,પણ આ તેંનું તેજદાર સશસ્ત્ર છે.
      - જયારે શૈતાન મનુષ્ય ના જીવનમાં કાર્ય કરી શકતો નથી ત્યારે તે બીજા મનુષ્ય કે બાહ્ય પરિસ્થિતિ દ્વારા મનુષ્ય નું ધ્યાન ભટકાવી દેવામાં તેની મોટી યોજના છે.
      લૂક ૮:૨૨-૩૧ માં આપણે જોઈએ છીએ કે,પ્રભુ ઈસુ અને શિષ્યો સમુદ્ર ને પેલે પાર જવાના હોય છે,અને પેલે પાર એક દુષ્ટ આત્મા વળગેલો વ્યકતિ (સૈના) માંથી પ્રભુ દુષ્ટ આત્માઓ ને હાંકી કાઢવાની યોજના ખ્રિસ્ત ઈસુ ની પાસે હતી.
      - આ યોજના નિષ્ફળ જાય માટે શૈતાન સમુદ્ર માં તોફાન લાવે છે.
      - શિષ્યો નું ધ્યાન તોફાન તરફ જોઈને નિરાશ અને ચિંતાથી ભરાઈ જાય છે.
      - ખ્રિસ્ત ઈસુ આરામ ની નિંદ્રા માં હોય છે.

ખ્રિસ્ત ઈસુ ની પાસે થી શીખ:
    તેઓ નિશ્ચિંત છે 
    તેઓ શાંતિ થી ભરેલા છે
    બાહ્ય તોફાનની તેમનાં જીવન પર કોઈ અસર નથી
    ખ્રિસ્ત ઈસુ ની શાંતિ જે આંતરિક શાંતિ છે
    આંતરિક શાંતિ સર્વ સમજ શક્તિ ની બહાર છે.
    આ શાંતિ દ્વારા ખ્રિસ્ત બહાર ની પરિસ્થિતિ ને પણ શાંત કરે છે.
    આ જ શાંતિ ને ઈસુ ખ્રિસ્ત સમુદ્ર અને પવન પર બોલે છે.

અને આમ તેઓ તોફાન,આંધી,પવન થી ગભરાતા નથી પણ અધિકાર લઈને તેમની આંતરિક શાંતિ ને બાહ્ય પરિસ્થિતિ ની ઉપર બોલે છે અને પવન તથા સમુદ્ર શાંત થાય છે.
    
*લાગુકરણ:- 
      ખ્રિસ્ત ઈસુ જે આપણા વિશ્વાસ નાં અગ્રેસર છે તેની તરફ જોઈએ આપણી શું પરિષ્ટતિથિ છે તે તરફ નહિ,પરંતુ ખ્રિસ્ત તરફ ,આપણા કુટુંબ ની પરિસ્થિતિ વિકટ છે તો એ તરફ નહીં ,આપને બીમાર છીએ તો બીમારી તરફ નહીં,પરંતુ આપણી દ્રષ્ટિ ખ્રિસ્ત તરફ ,તેના વચન તરફ હોવી જોઈએ એ ખૂબ અગત્ય નું છે.*

Tuesday, 3 August 2021

બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર

બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર

તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે
ગીતશાસ્‍ત્ર 149:6

શાસ્ત્ર વાંચન :- ગીતશાસ્ત્ર ૧૪૯:૫-૯
          સંતો એટલે જગત થી અલગ થઈ ગયેલા લોકો,જેઓ પોતાને દેવને માટે જુદા કરે છે.
         *ગળામાંથી  દેવની ઉત્તમ સ્તુતિ :- સ્તુતિ એ આત્મિક યુદ્ધનું મોટું શસ્ત્ર છે,*
    -સ્તુતિ દ્વારા યહોશાફાટ રાજા અને પ્રજા એ યુદ્ધ જીત્યું,
    - સ્તુતિ દ્વારા યરીખો નો કોટ તોડી પાડવા માં આવ્યો.
    - દાઉદ સ્તુતિ નાં ૧૫૦ ગીતો લખે છે.આ દેવની સ્તુતિ છે.
    - સ્તુતિ દ્વારા શૈતાન નું રાજ્ય હાલી જાય છે.
    - સ્તુતિ દ્વારા દેવ આપણાં માટે યુદ્ધ લડે છે.
    - સ્તુતિ દ્વારા શત્રુ માર ખાય છે અને હારી જાય છે.
    - સ્તુતિ એ આત્મિક યુદ્ધ નું ખૂબ મોટું શસ્ત્ર છે.
          
*હાથમાં બેધારી તલવાર :-*
        કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.
હિબ. 4:12 
      - દેવનું વચન જે આત્મિક તલવાર  છે,દરેક આત્મિક વ્યક્તિ નાં હાથ માં આ તલવાર હોવી જરૂરી છે.
  - વચન નું સામર્થ્ય ખૂબ જ વધારે છે,કેમકે તે દેવનો શબ્દ છે.
  - એ જ શબ્દ દ્વારા પ્રભુ એ સૃષ્ટિ ની રચના કરી છે.
  - એ શરીર આત્મા અને પ્રાણ ને વિંધનારું પ્રબળ છે.

જ્યારે પ્રભુનાં સંતો એટલે પસંદ કરેલા લોકો નાં હાથ માં આ બે શસ્ત્ર હોય છે ત્યારે જગત ની અંદર આત્મિક સ્થાનો માં જે  શૈતાન નાં દુતો (રાજાઓ) અને હાકેમો (અધિકારીઓ) એફેસીઓ ને પત્ર ૬:૧૨ છે તેઓને આત્મિક સાંકળો થી અને આત્મિક લોઢાની બેડીઓ (જે ખુબજ મજબૂત) હોય છે તેઓ થી બાંધી ને શૈતાન નાં કાર્યો ને અટકાવી શકાય છે.

લાગુકરણ :
     દરેક ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો પાસે આ બે આત્મિક હથિયાર હોવા જરૂરી છે.એક દેવની ઉત્તમ સ્તુતિ,અને બેધારી તલવાર એટલે દેવનું વચન.

મિત્રો ને શેર કરો અને આશિષ મેળવો.


Monday, 2 August 2021

આત્માને તાજો કરનાર ત્રણ વાના

આત્માને તાજો કરનાર ત્રણ વાના

વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].
ગીતશાસ્‍ત્ર 104:15 GUJOVBSI

હ્રદય ને આનંદ આપનાર દ્રાક્ષરસ
મુખ ને તેજસ્વી કરનાર તેલ
અંત :કરણ ને બળ આપનાર રોટલી

      આ ત્રણ વસ્તુ આપણો પ્રભુ નિપજાવી છે.
 જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો દ્રાક્ષરસ પીવે છે ત્યારે તે મગ્ન થઈ જાય છે અને આનંદ થી ઘેલો થઈ જાય છે આતો પૃથ્વી પરની સૃષ્ટ વસ્તુની વાત છે.
     હ્રદય ને આનંદ આપનાર દ્રાક્ષરસ
    દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;
એફેસીઓને પત્ર 5:18
         જ્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ ત્યારે આપણા હર્દય માંથી આનંદ ઉભરાયા કરે છે.અને આ આનંદ દેવ તરફથી હોય છે. જગતનાં આનંદ કરતા આ આનંદ વિશેષ હોય છે.
         પવિત્ર આત્માથી ભરપૂર થવું ,એજ આત્મા નો દ્રાક્ષરસ છે.
         મુખ ને તેજસ્વી કરનાર તેલ : 
 જ્યારે મુસા પહાડ પર યહોવા પરમેશ્વર ને મળવા માટે ગયો હતો ત્યારે તેનું મુખ એક નવા તેજ થી ભરાઈ ગયું હતું.તેની સામે જોનારા તેની આગળ સીધે સીધું જોઈ શકતા ન હતા કેમકે તેના મુખ પર દેવનું તેજ હતું જે પ્રકાશમાન હતું.જે દેવનો અભિષેક હતા.મૂસાએ ઘૂંઘટ રાખવો પડતો કે જેથી તે લોકો ની સાથે વાત કરી શકે.ઓહ કેવું અદભુત ,જ્યારે જ્યારે આપણે દેવની હાજરી માં પોતાનો સમય વિતાવીએ છીએ ત્યારે દેવ તેના આત્મા થી આપણે ને ભરપૂર કરે છે અને તેમના દિવ્ય અભિષેક થી આપણા ને ભરપૂર કરે છે.જેથી આપનું આંતરિક મનુષ્ય ખૂબ તેજ થી પ્રકાશિત થાય છે.

અંત :કરણ ને બળ આપનાર રોટલી:
આ રોટલી જે જીવન આપે છે ખ્રિસ્ત ઈસુ એ કહ્યું હું જીવન ની રોટલી છું.ઈસુ ખ્રિસ્ત પોતે જીવન ની રોટલી છે. એ જે શબ્દ છે અને વચન છે ,ખ્રિસ્ત નાં વચનો આત્મા તથા જીવન છે.જેવી રીતે ભૌતિક રોટલી શરીર ને શક્તિ આપે છે તેવીજ રીતે આત્મિક રોટલી (દેવનું વચન) આપના આત્મિક જીવનો ને સામર્થ્ય આપે છે.

લાગુ કરણ :-
   આપણે એ આનંદ ને પ્રાપ્ત કરીએ જે સ્વર્ગીય પિતા તરફ થી છે.પવિત્ર આત્મા થી ભરપુર થઈએ અને દેવનું વચન જે આત્મિક રોટલી છે તેનાથી આપના આત્મા ને તાજો કરીએ.

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...