Saturday, 29 January 2022

ધણી ની ઈચ્છા એટલે દૈવી બુલાહટ

જે દાસ પોતાના *ધણીની ઇચ્છા* જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
લૂક 12:47

ધણી ની ઈચ્છા એટલે તેડું અને દર્શન

      ઈશ્વર પિતા ઘણા બધા લોકો ને તેડું એટલે બુલાહટ આપે છે ,ઘણા તેને સમજી શકે છે અને ઘણા સમજી શકતા નથી.
      તેડા ને અલગ અલગ રીતે જે તે વ્યક્તિ ની આગળ પ્રગટ કરવા માં આવે છે. મુસા ને ઇઝરાયેલી પ્રજા ને મિસરની ગુલામી માંથી બહાર કાઢી લાવવા નું તેડું હતું.
      યુના ને નિન્વેહ જઈને સુવાર્તા પ્રગટ કરવાનું તેડું હતું.
     મુસા પોતાનાં તેડા ને બીજા કોઈ ને આપી દેવા કહે છે.
*મુસાનું બહાનું :-*
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, "હે પ્રભુ યહોવા, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી."
નિર્ગમન 4:10

*મુસા દ્વારા તેડાનો નકાર*
છતાં મૂસાએ કહ્યું, "હે પ્રભુ યહોવા, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ."
નિર્ગમન 4:13

*દેવનો ક્રોધ*
અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઊઠયો, ને તેમણે કહ્યું, “હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે. તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે.
નિર્ગમન 4:14

તેડા નો નકાર કરવાથી અને બુલાહટ નો જવાબ ન આપવાથી પ્રભુનો ક્રોધ મુસા પર સળગી ઉઠે છે.

અલગ અલગ રીતે પ્રભુ પોતાના લોકો ને મોટા મહાન દેવનાં કાર્યો પ્રગટ કરવાને તેડું આપે છે.પરંતુ તેમાં ઘણા બધા લોકો તે તેડા ને સમજી શકતા નથી.અને સમજી શકે છે તો તેનો ઉત્તર આપતા નથી.દૈવી બુલાહટ દરેક લોકો માટે નથી હોતી,દૈવી બુલાહટ એટલે મહાન દેવનાં કાર્ય ને પૂરું કરવા માટે ની નિમણુંક ,દૈવી બુલાહટ એટલે પિતાની સિદ્ધ ઈચ્છા પૂરી કરવા માટે ની નિમણૂક
   વિચાર કરીએ શું આજે આપણે પિતાની સિદ્ધ ઈચ્છા આપણાં વ્યક્તિગત જીવનો વિશે જાણીએ છીએ?
   પિતાની સિદ્ધ ઈચ્છા જાણ્યા છતાં શું આપણે તેના તેડાનો નકાર તો નથી કરી રહ્યા ને ?
    જો આપણે એમ નથી કરી રહ્યા તો ઘણો માર ખાવાનો વારો આવી શકે છે.અને સ્વર્ગીય પિતાનાં ક્રોધ નો ભોગ બનવું ખૂબ અઘરું છે.કેમકે ન્યાયી દેવનાં ન્યાયાસન આગળ આપણે ઉભા રહેવાનું છે..
   આજે જ વિચાર કરીએ....


Friday, 14 January 2022

મંડળી ની તૈયારી

હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.
ગીતશાસ્‍ત્ર 45:10

આ કલમ સીધે સીધી મંડળી ને સુસંગત છે,જેવી રીતે લગ્ન થયેલી સ્ત્રી પોતના પિતા નાં ઘર ને ભૂલી જાય છે,તે વી જ રીતે આ વચન મંડળી જે ખ્રિસ્ત ની કન્યા છે તેને કહે છે...
  *કન્યા નું પિયર :* આ જગત એ કન્યા નું પિયર છે,આ પૃથ્વી એ કન્યા એટલે મંડળી નું પિયર છે.એટલે પિતાનું ઘર છે,આ પૃથ્વી પર જ મંડળી નો જન્મ થયો છે..એ *પચાસમાંના દિવસે મંડળીનો જન્મ થયો*,અને ટૂંક સમય માં મંડળીનો વર એટલે ખ્રિસ્ત ઈસુ ,પોતાની કન્યા લેવા આવી રહ્યા છે.
    આપણે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરનાર પોતે જ મંડળી છીએ.આપણે દેવની કન્યા છીએ.
      જો મંડળી હજી પણ જગતનાં રીતિ રિવાજો માં ચાલશે, જગતની સાથે વ્યહવાર રાખશે,જગતની સાથે મિત્રતા રાખશે,જગત ની સાથે સમાધાન રાખશે તો ગગન ગમન ના સમયે તેને પડતી મુકાશે.
          જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
માથ્થી 24:37-39
       જોજો નૂહ ના સમય જેવું ન થાય,આ સાવધાન થવાનો સમય છે.જો આજે સાવધાન ન થઈશું તો *ખ્રિસ્તનાં આગમન* માટે કેવી રીતે તૈયાર થઈશું?
     *ઓ દીકરી,(એટલે મંડળી)*
*૧. સાંભળ : શું સાંભળવાનું છે ?* પવિત્ર-આત્મા મંડળી ને જે કહે છે તે સાંભળ
*૨. વિચાર કર : શું વિચાર કરવાનો છે?* પોતાના આત્મિક જીવન ની તૈયારી વિશે વિચાર કર
*૩. કાન ધર:શું કાન ધરવાનું છે?* દેવનાં વચનો ને કાને ઘરવાના છે..

*કન્યાનું સાસરું:*
       સ્વર્ગીય ઘર,ખ્રિસ્ત જે મંડળી ને માટે તૈયાર કરવા માટે ગયા છે તે મંડળીનું સાસરું છે.જો મંડળી એ સ્વર્ગીય રાજ મહેલ તરફ પોતાની દ્રષ્ટિ રાખશે તો તે આગમન ને માટે રેડી થઈ શકશે.

*ખ્રિસ્ત વરરાજા નું આગમન*
જો આ પ્રમાણે દીકરી કરશે તો તેને એટલે કન્યા (મંડળી ને) તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ *ખ્રિસ્ત ઈસુ વરરાજા નો સ્વર્ગીય રાજમહેલ* રાજમહેલમાં પ્રવેશ કરશે.
ગીતશાસ્ત્ર 45:15

Monday, 10 January 2022

૨૦૨૨ માં પ્રતિકૂળ સંજોગો માં પણ તત્પર રહીએ*


*૨૦૨૨ માં પ્રતિકૂળ સંજોગો માં પણ તત્પર રહીએ*

તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.
તિમોથીને બીજો પત્ર 4:2 

        આજ સુધી આપણે અનુકૂળ સમય જોઈને સેવા કરી છે,અથવા અનુકૂળ સમાયો ની રાહ જોતાં જોતા હજી પણ સેવા માટે પગલું ભર્યું નથી,
     જેવી રીતે પાઉલ તીમોથી ને કહે છે કે,અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં તત્પર રહે, એટેલે કે પોતાનાં કમ્ફર્ટ ઝોન માં રહીને સેવા ન કર પણ,કોઈ પણ સમયે,તું સુવાર્તા પ્રચાર ને માટે તૈયાર રહે, રાત હોય કે દિવસ દરેક સમયે તૈયાર રહે...
     આપણાં માના ઘણા બધા પ્રભુની સેવામાં છે,બે વર્ષ થયાં મહામારી આવી અને આ વર્ષે પણ લોક ડાઉન તેમજ ત્રીજી લહેરનાં સમાચારો સંભળાય છે,પ્રભુ ના લોકોની સતાવણી થઈ રહી છે,હવે પછી અનુકૂળ પરિસ્થિતિ આવશે એની આશા ન રાખો,ક્રુસેડ થશે એની આશા ન રાખો પરંતુ જે પરિસ્થિતિમાં આપણે છીએ તેમાં જ કઈ રીતે ખ્રિસ્ત ઈસુની સુવાર્તા,ઉપદેશ ઘણા બધા લોકો ને સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયત્નો ચાલુ કરીયે,પવિત્ર આત્મા દેવની દોરવણી હેઠળ ૨૦૨૨ ને માટે પ્રતિકૂળ સંજોગોમાં પણ તત્પર રહેવા માટે પ્રભુ પાસે મદદ માંગીએ..
     *વિશ્વાસ ની કબૂલાત* હૈ પ્રભુ યીશુ ૨૦૨૨ માં પણ હું ,પ્રતિકૂળ સમય માં પણ તમારા નામ ને પ્રગટ કરવા, સુવાર્તા ફેલાવવા માટે હું તત્પર રહીશ.કેમકે પ્રભુ યહોવા મારુ બળ છે,તે મારા પગોને હરણી ના જેવા ચપળ કરે છે.ને મારા ઉચ્ચસ્થાનો પર ચલાવશે....આમીન

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...