જે દાસ પોતાના *ધણીની ઇચ્છા* જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
લૂક 12:47
ધણી ની ઈચ્છા એટલે તેડું અને દર્શન
ઈશ્વર પિતા ઘણા બધા લોકો ને તેડું એટલે બુલાહટ આપે છે ,ઘણા તેને સમજી શકે છે અને ઘણા સમજી શકતા નથી.
તેડા ને અલગ અલગ રીતે જે તે વ્યક્તિ ની આગળ પ્રગટ કરવા માં આવે છે. મુસા ને ઇઝરાયેલી પ્રજા ને મિસરની ગુલામી માંથી બહાર કાઢી લાવવા નું તેડું હતું.
યુના ને નિન્વેહ જઈને સુવાર્તા પ્રગટ કરવાનું તેડું હતું.
મુસા પોતાનાં તેડા ને બીજા કોઈ ને આપી દેવા કહે છે.
*મુસાનું બહાનું :-*
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, "હે પ્રભુ યહોવા, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી."
નિર્ગમન 4:10
*મુસા દ્વારા તેડાનો નકાર*
છતાં મૂસાએ કહ્યું, "હે પ્રભુ યહોવા, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ."
નિર્ગમન 4:13
*દેવનો ક્રોધ*
અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઊઠયો, ને તેમણે કહ્યું, “હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે. તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે.
નિર્ગમન 4:14
તેડા નો નકાર કરવાથી અને બુલાહટ નો જવાબ ન આપવાથી પ્રભુનો ક્રોધ મુસા પર સળગી ઉઠે છે.
અલગ અલગ રીતે પ્રભુ પોતાના લોકો ને મોટા મહાન દેવનાં કાર્યો પ્રગટ કરવાને તેડું આપે છે.પરંતુ તેમાં ઘણા બધા લોકો તે તેડા ને સમજી શકતા નથી.અને સમજી શકે છે તો તેનો ઉત્તર આપતા નથી.દૈવી બુલાહટ દરેક લોકો માટે નથી હોતી,દૈવી બુલાહટ એટલે મહાન દેવનાં કાર્ય ને પૂરું કરવા માટે ની નિમણુંક ,દૈવી બુલાહટ એટલે પિતાની સિદ્ધ ઈચ્છા પૂરી કરવા માટે ની નિમણૂક
વિચાર કરીએ શું આજે આપણે પિતાની સિદ્ધ ઈચ્છા આપણાં વ્યક્તિગત જીવનો વિશે જાણીએ છીએ?
પિતાની સિદ્ધ ઈચ્છા જાણ્યા છતાં શું આપણે તેના તેડાનો નકાર તો નથી કરી રહ્યા ને ?
જો આપણે એમ નથી કરી રહ્યા તો ઘણો માર ખાવાનો વારો આવી શકે છે.અને સ્વર્ગીય પિતાનાં ક્રોધ નો ભોગ બનવું ખૂબ અઘરું છે.કેમકે ન્યાયી દેવનાં ન્યાયાસન આગળ આપણે ઉભા રહેવાનું છે..
આજે જ વિચાર કરીએ....
No comments:
Post a Comment