Thursday, 21 November 2019

સ્પિરિચ્યુઅલ ઇગ્નાઈટ યુથ આભાર સ્તુતિ



યહોવાએ એ કર્યું છે,માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ;અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ. – ગીતશાસ્ત્ર ૫૨:૯
ખ્રિસ્ત ઇસુમાં પ્રેમી સલામ;
        ખ્રિસ્તમાં વહાલા ભાઈ-બહેનો,જુવાનો,વડીલો,પાળક સાહેબો,ખ્રિસ્ત ઇસુમાં જણાવતા આનંદ થાય છે કે સ્પિરિચુઅલ ઇગ્નાઈટ યુથ આજે તા.૧૮-નવેમ્બર-૨૦૧૯ નાં દિને પોતાનું એક વર્ષ પૂરું કરી રહ્યું છે,તેને માટે ખાસ આપણા ત્રિએક ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ,ગત વર્ષથી લઇને આજ સુધી દેવના રાજ્યની વૃદ્ધિને માટે ખ્રિસ્ત ઇસુની કૃપા દ્વારા તેમજ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા અલગ અલગ આત્મિક જાગૃતિને લગતા પ્રયત્નો કરી શક્યા છે અને ખાસ જુવાનોનાં આત્મિક ઉત્કર્ષને માટે પ્રયત્નો કરી શક્યા છે માટે પરમેશ્વર પિતાનો અતિ ઘણો આભાર માનીએ છીએ.સ્પિરિચુઅલ ઇગ્નાઈટ યુથ વિષે થોડી માહિતી આપવા માંગીએ છીએ.
સ્પિરિચુઅલ ઇગ્નાઇટ યુથ નો ઉદભવ :
        જુવાનોના આત્મિક ઉત્કર્ષને માટે બેથી ત્રણ મિત્રોનાં હર્દયમાં દેવે એક વિચાર મુક્યો,અને તે આત્મિક મિત્રોએ એ વિચાર બીજા જુવાનોને રજુ કર્યો અને એ વિચાર દેવ તરફથી જ હોવાને લીધે એ વિષય પર વિચાર કરતા પહેલા બેડકુવા મુકામે જુન ૨૦૧૮ ના રવિવારોથી સાંજે જુવાનોની પ્રાર્થના સંગતની શરૂઆત થઇ અને પ્રથમ મીટીંગમાં જ ૧૧ જેટલા જુવાનોને પવિત્ર આત્માનું દાન મળ્યું. અને આમ સતત નવેમ્બર મહિના સુધી નિયમિત પ્રાર્થના સંગત મળતી રહી અને ગત વર્ષ ૧૭ અને ૧૮ નવેમ્બર ૨૦૧૮ ના રોજ બેડકુવા મુકામે જુવાનો માટેનો એક સેમીનાર રાખવામાં આવ્યો તેમાં વક્તા મેથ્યુ થોમસ,દિલ્હી ને આમંત્રણ આપવામાં આવ્યું અને દેવે આ મીટીંગોમાં અદભૂત કાર્ય કર્યું અને તેમનો મહિમા થયો.તા.૧૮ નવેમ્બર ૨૦૧૮,નાં રોજ સાંજની મીટીંગમાં પ્રભુના સેવક દ્વારા ઈશ્વરે તેમના સેવક મેથ્યુ થોમસ દ્વારા આ યુથ ટીમને માટે પ્રબોધવાણી કરી.અને એ પ્રબોધવાણી માં દેવે આ ગ્રુપ માટેનું તેડું તેમજ દર્શન જાહેર કર્યું.
સ્પિરિચુઅલ ઇગ્નાઇટ યુથનું દર્શન :
       પ્રભુનાં અભિષિક્ત સેવક દ્વારા થયેલી પ્રબોધવાણીમાં દેવે સ્પષ્ટ રીતે આ તેડાયેલા જુવાનો માટેનું પોતાનું દર્શન જાહેર કર્યું.અને ગ્રુપને ચાર દર્શનો-હેતુ આપ્યા,એમાં ૧.દેશના ઉદ્ધારને માટે ૨.લોકોનાં છુટકારાને માટે ૩.મંડળીમાં સ્થિર ઊભા રહી ટેકારૂપ બની આત્મિક નેતાગીરી પૂરી પાડવા  માટે ૪.જુવાનોનાં છુટકારાને માટે આમ ગ્રુપનો ખાસ હેતુ  આપણી સ્થાનિક મંડળીઓ નાં જુવાનોને પવિત્ર આત્માની એક્યતા માં લાવીને પોતપોતાની મંડળીમાં એક મજબુત આત્મિક નેતાગીરી પૂરી પાડી  શકે તે માટે તૈયાર કરવા તેમજ તેઓ દેશનાં ઉદ્ધાર,લોકોના છુટકારાને માટે તેમજ મંડળીને ટેકો આપવા માટે તૈયાર થાય તેવી રીતે તેઓના જીવનોનું ઘડતર કરવાનો છે.
તેમજ આ યુગની અંદર જેની અંદર પરમેશ્વરનો પવિત્ર આત્મા હોય તેવા જુવાનોની પેઢી તૈયાર કરી,દેવને માટે ઉપયોગી એવું પાત્ર તૈયાર કરી,શૈતાનના સામ્રાજ્યને તોડી પાડવાનો અને દેવનું રાજ્ય સ્થાપવાનો ખાસ હેતુ નું દર્શન ઇગ્નાઈટ યુથ  પહોચવાનો પ્રયત્ન કરી રહ્યું છે.આ સઘળી બાબતોમાં આપણા ત્રિએક પરમેશ્વરને માન અને મહિમા હોજો.

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...