તારી પાંખો ને આશ્રયે રાખજે યીશુ
મુજને રાખજે પ્રભુ
૧. કદી ઈસુ જો, હું ભૂલો પડું તોયે
શોધીને મુજને લાવજે પ્રભુ
૨. માર્ગ,સત્ય,જીવન ને ઢાલ છે મારી તું
રક્ષણ તું મારુ કરજે પ્રભુ
૩. સાંકડી કેડીએ હું તો ચાલુ તોયે પ્રભુ
વચન દિપક થઈ દોરજો મને
૪. પરોઢિયા ની પાંખો લઈને ઊડી જાઉં તોયે
દરિયાની પેલે પાર દોરજો મને
૫. હાંક તું કરશે મુજને,ઉત્તર દઈશ તુજને
નિત નિત વહાલા મારા દોરીશ તને
અનંતજીવન તુજને વ્હાલા આપીશ ખચીત
જીવનમુગટ વ્હાલા તુજને આપીશ ખચીત