📜 *દૈનિક રેહ્ના - યાજક - યહોવાનો દૂત*✝️
📖 *શીર્ષક : મુખ ની શરમ - આંખ ની શરમ દૂર કરો*
*કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] *યહોવાનો દૂત* છે. પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં *મુખની શરમ* રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”
માલાખી 2:7-9
યાજક ને આપને ઉપદેશકો અને પાળકો કહી શકીએ, અહીં તેઓને યહોવાના દૂત તરીકે કહેવામાં આવ્યા છે.જેઓ દેવનો નિયમ લોકો ને સમજાવે છે.
ઉપદેશકો જેઓ દેવનું વચન સમજાવે છે ,*આંખ ની શરમ* કે *મુખની શરમ* રાખવી ન જોઈએ.
📌 *પાપ કરનાર ને સર્વેની સમક્ષ ઠપકો :-*
1લો તિમોથી 5:૨૦ પાપ કરનારાઓ ને સર્વેની સમક્ષ ઠપકો આપ,જેથી બીજાઓ ને પણ ડર રહે.
પાપ કરનાર વ્યક્તિ ને મંડળી ની સમક્ષ ઠપકો આપવો જરૂરી છે,ઘણી બધી વખત આંખ ની શરમ અને મુખ ની શરમ ને લીધે ઉપદેશકો મંડળી નાં લોકોને પાપ કર્યાં છતાં ઠપકો આપતાં નથી અને મંડળી ની અંદર પાપ કરનાર ને સાંખી લેતા હોય છે પરંતુ એ દેવની નજર માં યોગ્ય નથી.દેવ કોઈ ની શરમ રાખતા નથી તેથી દેવની મંડળી માં પાપ ચલાવી લેવું ન જોઈએ.
📌 *ખાલી શબ્દવાદ થી દુર રહેવું :-*
તું આ વાતોનું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
તિમોથીને બીજો પત્ર 2:14
ઘણી બધી વખત વચન ની સમજણ ની બહાર ફકત શબ્દ વાદ એટલે કે શબ્દો ની ગોઠવણ કરી ને સંદેશાઓ આપવામાં આવે છે પણ તેમાં હર્દય નું ઊંડાણ હોતું નથી.વચન નું મૂળ હોતું નથી.જે શબ્દો પવિત્ર આત્મા દ્વારા આવતા નથી તે ખાલી શબ્દ વાદ છે.દરેક ઉપદેશકો એ શબ્દ વાદથી દૂર રહેવું જે દેવની પ્રેરણા વગરના શબ્દો છે એ દરેક શબ્દો મનુષ્ય નાં છે.
📌 *સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર:-*
સત્ય હંમેશા કડવું હોય છે,સતત સત્ય જે વચન કહે છે દેવનો આત્મા કહે છે તે જ સત્ય પ્રગટ થવું જોઈએ,નહિ કે જગતની વાતો અને તેના ધારા ધોરણો, જગત કોઈ પણ રીતે ખ્રિસ્ત ઈસુ માં જીવન જીવવા માટે નમૂનો આપી શકતું નથી.ખરો નમૂનો ખ્રિસ્ત ઈસુ છે અને એ જ વચન છે.જે વચન માં ખ્રિસ્ત નો મહિમા થતો નથી તે દેવ તરફથી નથી.
દરેક વચનો ને સ્પષટતાપૂર્વક સમજાવવા એ એક ઉપદેશક ની ખૂબ મોટી જવાબદારી છે.
જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં *વચન સ્પષ્ટતાથી સમજાવનાર*, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
2 તિમ. 2:15
દૈનિક જીવનમાં ઉન્નતિ કરનાર વચનો ને મિત્રો સાથે શેર કરી ને આશીર્વાદ મેળવો ,બીજાઓ ને પણ મોકલો
No comments:
Post a Comment