ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’” દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.
રોમ. 12:19, 21
ગઈ કાલના મનન માં આપણે જોયું કે ,ઘણા બધા આપણાં નિકટના વ્યક્તિઓ દ્વારા શૈતાન આપણાં ઉપર દુઃખ,પીડા અને આપત્તિ લાવે છે અને આપણાં મિત્રો, કુટુંબનાં સભ્યો કે સગા વહાલાઓ જ આપણી વિરૃદ્ધ થઈ જાય છે,
શૈતાન હમેશાં નફરત અને શ્રાપ ને ફેલાવે છે અને કુટુંબો,મિત્રો,ભાઈઓ,બહેનો,સગા વહાલા ની વચ્ચે નફરત નું બીજ રોપે છે.✝️પરંતુ *ખ્રિસ્ત ઈસુ* હમેશાં *પ્રેમ* ને પ્રગટ કરે છે અને *આશીર્વાદ* ને આપણાં વ્યક્તિગત જીવનમાં તેમજ કુટુંબમાં અને મિત્રોમાં પણ *દૈવી પ્રેમ ને પ્રવાહિત* કરે છે.
📌 *આપણો વૈરી કોઈ મનુષ્ય નથી :*
પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.
રોમ. 12:20
કેમ કે આપણું આ 🏹 *યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી*,
એફેસીઓને પત્ર 6:12
*રક્ત અને માંસ થી બનેલો માણસ*🧍♂️ એ આપણો શત્રુ નથી.માટે જે આપણી વિરૃદ્ધ થાય છે તેઓ ને માટે આપણે સારું જ કરવાનું છે.સારા થી ભુંડા નો પરાજય કરવાનો છે.
📌 *વૈર વાળવું એ દેવનું કાર્ય છે :*
દેવનાં કોપ ને સારું માર્ગ મૂકવાનો છે અને મનુષ્ય માત્ર ને માફ કરી ને તેમને દેવનાં હાથમાં સોંપી દેવાના છે. આપણે કદી પણ મનુષ્ય ની સામે વૈર ન વાડીએ *(એ દેવની આજ્ઞા છે કે સામુ વૈર ન વાળો)*,જો આપને આજ્ઞા ભંગ કરીશું તો દેવનો પવિત્ર આત્મા આપણી પાસેથી જતા રહેશે.
📌 *આપણો વૈરી કોણ છે ?*
સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે *તમારો વૈરી શેતાન* ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
1 પિત. 5:8
કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ
*અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે* છે.
એફેસીઓને પત્ર 6:12
આકાશી સ્થાનો માં એટલે મધ્ય આકાશ માં જયાં દુષ્ટતા નાં આત્મિક લશ્કરો છે તેઓની સામે આપનું યુદ્ધ છે તેઓ આપના વૈરીઓ છે.
🧎🏻♂️પ્રાર્થના :*હૈ પરમેશ્વર પિતા, અમને અમારા વૈરી ને ઓળખવા કૃપા આપો.મનુષ્ય ની પ્રત્યે અમે વૈર ન રાખીએ પરંતુ તમારો દૈવી નિસ્વાર્થ પ્રેમ વહેતો કરી શકીએ અને અમારો અદ્ર્શ્ય શત્રુ વૈરી શૈતાન અને તેના કર્યો ને અમે ઓળખી ને તેને નાકામ કરી શકીએ માટે તમારા પવિત્ર આત્મા નું સામર્થ્ય અને પ્રાર્થના કરવાનો આત્મા આપો.આત્મિક યુદ્ધમાં સજ્જ કરો.પ્રભુ ઈસુના નામ માં આમીન*
No comments:
Post a Comment