Tuesday, 7 September 2021

દેવને તમારું *થોડું* આપો

વિષય : દેવને તમારું *થોડું* આપો 
થોડું તેલ અને થોડો લોટ :-

પણ તે વિધવાએ જવાબ આપ્યો, "તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી મરણ પામીએ."
1 રાજઓ 17:12

      આપણે ઘણી બધી વખત ઈશ્વરને  માટે થોડી વસ્તુ આપવાને માટે વિચાર કરીએ છીએ ,અને કહીએ છીએ મારી પોતાની જ પાસે થોડું છે તો તેને કઈ રીતે હું ઈશ્વરને આપી શકું ? એ સરફત ની વિધવા ની પાસે એક મુઠ્ઠી લોટ અને કુંડી માં થોડું જ તેલ હતું , એ વસ્તુ દેવનાં સેવક ને આપવાને માટે તે મુઝવણ અનુભવે છે ,પણ જ્યારે એ જ થોડું તેલ અને થોડો લોટ જ્યારે દેવનાં અભિષિક્ત સેવકને માટે આપે છે એટલે કે દેવનાં રાજ્યમાં વાવણી કરે છે ત્યારે એજ થોડા ને પ્રભુ બહુ ગુણીત કરે છે.

નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
ગીતશાસ્ત્ર 37:16

ખ્રિસ્ત નાં લોકો પાસે જે કંઈ પણ થોડું છે તે દુષ્ટો ની વિપુલ સંપતિ કરતા વધારે છે.કેમકે ખ્રિસ્તના આશીર્વાદો એ થોડી સંપતિ માં હોય છે અને તે આપણને આનંદ થી ભરી દેનારા હોય છે.

'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?'
યોહાન 6:9
ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.'
યોહાન 6:7

પહાડ પરના ભાષણ વખતે લોકો ભૂખ્યા હતા ત્યારે એક જુવાન પાસે થોડું જ ભોજન હતું.ફકત જવની પાંચ રોટલી અને બે માછલી પણ પુશ્કળતા નો પ્રભુ જ્યારે તેમની સાથે હતો અને જ્યારે એ થોડું ભોજન ખ્રિસ્તના હાથો માં આવ્યું ત્યારે તે વધીને પાંચ હજાર લોકો ને માટે આશીર્વાદ નું કારણ બન્યું અને *બહુ ગુણિત* થયું.

જેમ લખેલું છે, 'જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.'
કરિંથીઓને બીજો પત્ર 8:15

જયારે દેવનાં લોકો પોતાની થોડી વસ્તુઓ દેવને આપી દે છે ત્યારે તે ખૂટી પડતું નથી પણ મહાન પરમેશ્વર તેને બહુ ગુણિત કરીને પાછા આપે છે. આપણાં ઈશ્વર એ પુષ્કળતા નાં પ્રભુ છે અને તેઓ થોડી વસ્તુ ને વધારનાર દેવ છે.

*ખ્રિસ્ત ની પાસે આપણી પાસે થોડું છે તે લાવીએ તે થોડા ને વધારે માં રૂપાતરિત કરશે.
   તમારો થોડો સમય,થોડી પ્રાર્થના,થોડું મનન,થોડી સ્તુતિ આરાધના,થોડા નાણાં દેવને માટે આપી દો ,અને આ બાબત ને માટે ચોક્કસ થાઓ ,દેવ કદી પણ તમારી થોડી વસ્તુઓ ને ખૂટવા દેશે નહિ.*

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...