Sunday, 7 August 2022

મનનું ઝેર - કડવાશ

મનનું ઝેર - કડવાશ

તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય, 
હિબ. 12.15

       આ દિવસો માં શૈતાન કડવાં દાણા નાખીને આપણાં સમાજનાં લોકોનાં મનને ભ્રષ્ટ કરી રહ્યો છે.કડવાશ એક પ્રકારનું માનસિક ઝેર છે જે મનને ભ્રષ્ટ કરે છે.અને તેનાંથી પ્રભુના લોકો અપવિત્ર થાય છે.કડવાશરૂપી જડ એક તળાવમાં ઉગેલા જળ કુંભી વનસ્પતિ જેવું છે.જે તળાવમાં ફેલાઈ જવાથી સૂર્યપ્રકાશ ને તળાવમાં જતા અટકાવી દે છે અને આખી પાણી ની સપાટી ને ઢાંકી દે છે.
       
 *કડવાશ ઉત્પન્ન થવાના કારણો:*- 
       ૧.*Communication Gap* કોમ્યુનિકેશન ગેપ (પ્રત્યક્ષ વાર્તાલાપ નો અભાવ)
       ૨. *Mis-understanding* મિસ અન્ડરસ્ટેન્ડીંગ (ગેરસમજણ)
       ૩. *Unforgiveness* અન ફરગીવનેસ (અક્ષમા અથવા ક્ષમા વિહીનતા)
       ૪. *More Expectations* મોર એક્સપેકટેશન (મનુષ્ય પાસેથી વધારે અપેક્ષાઓ)
      ૫. સામાજિક તેમજ કૌટુંબિક તુચ્છકાર
      ૬. Spiritual Unmaturity - આત્મિક પરિપક્વતા નો અભાવ 
      ૭. Unexpectation 
    
 *કડવાશનાં પરિણામો :-*
       ૧. કડવાશ દેવની કૃપાને અટકાવે છે.
       ૨. કડવાશ પક્ષ પાડી દે છે.
       ૩. કડવાશ મનને ભ્રષ્ટ કરે છે.
       ૪. કડવાશ અપવિત્ર કરે છે.
       ૫. કડવાશ ને કારણે નિંદા ઉત્તપન્ન થાય છે.

Tuesday, 2 August 2022

ઉન્નતિ ને સારું આવશ્યક શબ્દો

*સ્પિરિચ્યુઅલ ઈગ્નાઇટ બાઈબલ મનન*
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે *ઉન્‍નતિને માટે આવશ્યક* હોય તે જ નીકળે કે, તેથી *સાંભળનારાઓનું કલ્યાણ* થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર *ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,*
એફેસીઓને પત્ર 4:29‭-‬30

આ અદભુત કલમો આપણને ચેતવણી આપે છે,વારંવાર આપણાં મુખો માંથી મલિન વચનો નીકળતા હોય છે,

*મલિન વચનો એટલે મલિન શબ્દો :*
જેવા કે ,સર્વ પ્રકારની કડવાશ
           ક્રોધ,કોપ,ઘોંઘાટ,તથા નિંદા તમેજ ખુન્નસ જે હંમેશા સામેના વ્યક્તિ ને તોડી નાખે છે.નુકસાનકારક છે. (એફસીઓ ને પત્ર ૪:૩૧)

મલિન વચનો હંમેશા પવિત્ર આત્મા ને ખિન્ન કરે છે.

*ઉન્નતિ ને સારું આવશ્યક હોય તેવા વચનો*
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન (ફિલિપી ૨:૧)
પ્રેમનો કંઈ દિલાસો (ફિલિપી ૨:૧)

દેવનું વચન હંમેશાં બીજા વ્યક્તિઓ ને ઉત્તેજન આપે છે.
દિલાસો આપે છે,
સાંભળનારા નું કલ્યાણ થાય છે.

તેથી હંમેશા આપણે પોતાના મુખનાં શબ્દો વિશે પરીક્ષા કરવી જોઈએ.

*વિચાર કરવાનો પ્રશ્ન* :શું આજે મારાં મુખ માંથી કેવા શબ્દો નીકળે છે?
શું તે શબ્દો ઉન્નતિકારક છે કે નુકશાનકારક?
શું મારા શબ્દો જીવનને બાંધનારા છે કે તોડનારા?

Sunday, 10 July 2022

દેવનાં સર્વોચ્ચ વિચારો

*દેવનાં સર્વોચ્ચ વિચારો*
      કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
યશાયા 55:8‭-‬9
       ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ ; વિચારો નું જન્મ સ્થાન એ તો હૃદય છે,વિચારો હૃદય એટલે કે મન માંથી ઉદભવે છે. મનુષ્ય નું હૃદય સારું વિચારવાને સક્ષમ નથી,વિચાર દ્વારા હૃદય માં શું છે તે બહાર આવે છે અને શબ્દ દ્વારા તે બીજા વ્યકતિ સુધી પહોંચે છે.
      બાઈબલ ની એક એક કલમો એ દેવનો એક એક વિચાર છે.આ વિચારો અતિ ઉચ્ચ કક્ષાનાં છે.એ મનુષ્ય નાં વિચારો કરતા અતિ શ્રેષ્ઠ છે.
       આ વિચારો મનુષ્ય નાં દરેક ક્ષેત્રને માટે માર્ગદર્શન આપે છે.વ્યક્તિગત જીવન,કૌટુંબિક જીવન,સામાજિક જીવન ,આત્મિક જીવન જયારે જયારે આપણે દેવનાં વિચારો પર આધારિત થઈએ છીએ,અને એ વિચારો એટલે કે દેવનાં વચન ને આપણાં જીવનમાં વણી લઈએ છીએ.,હૃદયમાં ભરી લઈએ છીએ..ત્યારે તે વિચારો દ્વારા આપને દરેક ક્ષેત્ર માં સફળ થઈ શકીએ છીએ.

લાગુકરણ : દેવનું નિયમ શાસ્ત્ર એટલે તેમના પવિત્ર વચનો ની એક એક કલમો એ દેવનાં અતિ ઉત્તમ વિચારો છે.એ વિચારો ને આપણાં મનો માં ભરી લઈએ અને એ પ્રમાણે નું જીવન જીવીએ..
         

Monday, 7 March 2022

જાગ જાગ હૈ દબોરાહ

    *જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગાયન કર; હે બારાક, તું ઊઠ, અને, હે અબીનોઆમના દીકરા, તને ગુલામ કરનારાને તું ગુલામ કરી લઈ જા.*
ન્યાયાધીશો 5:12 

  યહોવાની દ્રષ્ટિ માં ભૂંડું કરવાને લીધે ,ઇઝરાયેલ પુત્રો ને દેવે કનાન ના રાજા યાબીન ના હાથોમાં વેચી દીધા હતા,અને તેઓએ ઇઝરાયેલ પુત્રો પર વીસ વર્ષ સુધી બહુજ જુલમ કર્યો....

સૈન્યનું સામર્થ્ય :યાબીન ની પાસે લોઢા ના નવસો રથ હતા ,તે સમયે લોઢાના ૯૦૦ રથો હોવા એટલે આજના સમય પ્રમાણે પરમાણુ હથિયારો સમાન સામર્થ્ય હોવું.

યહોવાને પોકાર :અતિશય જુલમ ને લીધે ઇઝરાયેલ પુત્રો એ યહોવાને પોકાર કર્યો.અને ન્યાયાધીશો ના સમય માં પ્રભુએ એક સ્ત્રી દબોરાહ ને ઇઝરાએલના છુટકારો અપાવવા માટે ઉભી કરી.

દબોરાહ પ્રબોધિકાનાં પડકારો :
     *પડકાર-૧*
લાપીદોથ ની વહુ હતી,એનો અર્થ એ કે તે સ્ત્રી કૌટુંબિક જવાબદારી ઓ પણ નિભાવે છે.એટલે આ સ્ત્રી ને આત્મિક જવાબદારીઓ સાથે કૌટુંબિક જવાબદારીઓ પણ છે.તે પોતનાં સાસરી માં રહે છે અને ત્યાંની પણ એક જવાબદારીઓ છે.
*પડકાર-૨*
    ઇઝરાએલના ન્યાયની આત્મિક-રાષ્ટ્રિય જવાબદારીઓ કેમકે દેશનાં લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા...
    *પડકાર-૩*
દબોરાહ એ એક સ્ત્રી હતી અને પુરુષ કરતા સ્ત્રીઓ ને ખૂબ મોટા પડકારો હોય છે.

ઇઝરાએલની કરુણતા અને સ્ત્રીનો ઉપયોગ:-
     કોઈ પુરુષ રાષ્ટ્રીય ઉદ્ધારને માટે ઉભો થતો નથી,તેથી પ્રભુ એક સ્ત્રી પાત્ર નો ઉપયોગ એક પુરુષ સમાન કરે છે.કનાન ની સામે વિજય નો જશ એક સ્ત્રી ને મળે છે..એક સ્ત્રી નો ઈશ્વર કંઈ રીતે ઉપયોગ કરે છે તે બાબત અહીં છે. ન્યાયાધીશો ૪:૯


પ્રભુની પસંદ કરેલી દબોરાહો આજે તમારા દેશના ઉદ્ધારને માટે ઉઠો,જાગો.....કેમકે દબોરાહ,એસ્ટર જેવી સ્ત્રીઓનો ઉપયોગ કરીને ખ્રિસ્ત ઈસુ આપના દેશનો ઉદ્ધાર કરવા માંગે છે.આજે એવીજ દબોરાહ ની શોધ આપણો પ્રભુ કરી રહ્યો છે.

આજની સ્ત્રી ને પ્રાર્થના યોદ્ધાઓ તરીકે
પવિત્ર આત્માથી ભરપૂર એક સેવિકા તરીકે
શત્રુ નો નાશ કરનારી એક વિરંગના તરીકે 
હિમંત થી દેશને માટે ઉભી થનારી એક એસ્તર રાણી ની જેમ 
દેવ ચાહે છે કે ,આજે દબોરાહ જાગે ને દેશને માટે મધ્યસ્થી કરે

પ્રભુની સામર્થ્ય થી ભરેલી સેવિકા કૅથરિન કુલમન ,મારિયા વુડવાર્થ એટર,ફ્રેની કોસ્બિ, એમી સેમ્પલ મેકફર્સન,ની સમાન આજે શત્રુ ના દરેક કર્યો ને નાશ કરવા ,તમને દેવ બોલાવી રહ્યો છે...વિચાર કરો આજે જ નિર્ણય કરો.... બસ દબોરાહ બસ હવે ઉઠો અને જાગો....આજે દેશ આત્મિક ગુલામી માં છે...એમજ બેસી રહેવાનો સમય  નથી...



     

Thursday, 3 February 2022

*વચન નો કૂવો ગાળી કાઢીએ*

*વચન નો કૂવો ગાળી કાઢીએ*
અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે *ઇસહાકે ગાળી કાઢયા*, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં.
ઉત્પત્તિ 26:18 

      પાણી એ જીવન છે,અને એ કુવામાંથી અને ઝરાઓ માંથી પ્રાપ્ત થાય છે.ખ્રિસ્ત ઈસુ પોતે જીવતું પાણી છે,અને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે,તેના જીવન માંથી જીવતા પાણી ની નદી વહે છે.
       ઇબ્રાહિમે પોતાનાં વખત માં અલગ અલગ પ્રકારનાં કૂવાઓ ખોદયા હતા,
       જેને આપણે અલગ અલગ રૂપક આપી શકીએ

*વચન રૂપી કૂવો*
   દેવનું પવિત્ર વચન એક આત્મિક કુવા સમાન છે,પવિત્ર બાઈબલ એ દેવનું હૃદય છે,જે દેવનાં વિચારો પ્રગટ કરે છે.પવિત્ર બાઈબલના કૂવા માંથી આપણાં પૃથ્વી પરના જીવનને માટે ભરપૂર ખજાનો છે.
      જીવનનો એવો કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ બાઈબલ માં નથી
     ગીતશાસ્ત્ર ૧૧૯ એ દેવનાં નિયમ નું મહત્વ સમજાવે છે.
    આ વચનના કુવા માંથી શું શું મળે છે?

-નિયમશસ્ત્ર ની અદભુત વાતો
- હર્દય ને પ્રફુલ્લિત કરે છે -;ગી. શા ૧૧૯:૩૨
- માર્ગમાં અજવાળું - ગી.શા. ૧૧૯:૧૦૩
- શાંતિ મળે છે ગી.શા ૧૧૯:૧૬૫.
- જીવનક્રમ શુદ્ધ થાય છે ગી. શા ૧૧૯:૯
- વચન દ્વારા ખ્રિસ્ત આપણાં માં રહે છે
યોહાન ૧૫:૭

જીવિત પરમેશ્વર ના જીવંત વચનો પર પ્રેમ રાખીએ
દરરોજ તેને વાંચીએ,મનન કરીયે
વચનો નો અભ્યાસ કરીયે
આ વચન નો કૂવો જો આપણાં રોજીંદા જીવનમાં પુરાઈ ગયો હોય તો આજે જ ઇસહાક ની માફક ફરી ગાળી કાઢીએ..
રોજનાં વાંચન નું શિડયુલ બનાવીએ
પદ્ધતિસર નો બાઈબલ અભ્યાસ આજે જ શરૂ કરીએ


Wednesday, 2 February 2022

*આત્મિક સંગતિનો કૂવો ગાળી કાઢીએ*

*આત્મિક સંગતિનો કૂવો ગાળી કાઢીએ*
અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે ઇસહાકે ગાળી કાઢયા, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં.
ઉત્પત્તિ 26:18 

      પાણી એ જીવન છે,અને એ કુવામાંથી અને ઝરાઓ માંથી પ્રાપ્ત થાય છે.ખ્રિસ્ત ઈસુ પોતે જીવતું પાણી છે,અને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાથી અનંત જીવન મળે છે,તેના જીવન માંથી જીવતા પાણી ની નદી વહે છે.
       ઇબ્રાહિમે પોતાનાં વખત માં અલગ અલગ પ્રકારનાં કૂવાઓ ખોદયા હતા,
       જેને આપણે અલગ અલગ રૂપક આપી શકીએ
  *આત્મિક સંગતિ નો કૂવો :* આ કૂવામાંથી આપણે એક આત્મિક સંગત ,આત્મિક હૂંફ,આત્મિક ઉત્તેજન મેળવી શકીએ છીએ,પરંતુ શત્રુ શૈતાન આ આત્મિક સંગતને તોડવા ને માટે એક બીજા માટે નકારાત્મક પૂર્વગ્રહ,એક બીજા પ્રત્યે અસંતોષ,સંગતિમાં કુસંપ,પક્ષાપક્ષી,અસમજણ,કામનો બોજો ,પારિવારિક જવાબદારીઓ ,સેવકાર્યની જવાબદારીઓ વગેરે દ્વારા પલિસ્તીઓની માફક આત્મિક સંગતિ બંધ કરવામાં સફળ થાય છે
      પરંતુ લોક ડાઉન નાં સમયમાં જો પાલિસ્તીઓ એ આ આત્મિક સંગતિ નો કૂવો પુરી દીધો હોય તો આજે જ ઇસહાકની માફક આ કુવાને ગાળી કાઢીએ.
      *જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.*
હિબ્રૂઓને પત્ર 10:25

  *વ્યક્તિ ગત સંગતિ નો કૂવો*
 * સ્તુતિ આરાધના નો કૂવો*
 * પ્રાર્થના નો કૂવો*
  *વચન નો કૂવો *

Saturday, 29 January 2022

ધણી ની ઈચ્છા એટલે દૈવી બુલાહટ

જે દાસ પોતાના *ધણીની ઇચ્છા* જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
લૂક 12:47

ધણી ની ઈચ્છા એટલે તેડું અને દર્શન

      ઈશ્વર પિતા ઘણા બધા લોકો ને તેડું એટલે બુલાહટ આપે છે ,ઘણા તેને સમજી શકે છે અને ઘણા સમજી શકતા નથી.
      તેડા ને અલગ અલગ રીતે જે તે વ્યક્તિ ની આગળ પ્રગટ કરવા માં આવે છે. મુસા ને ઇઝરાયેલી પ્રજા ને મિસરની ગુલામી માંથી બહાર કાઢી લાવવા નું તેડું હતું.
      યુના ને નિન્વેહ જઈને સુવાર્તા પ્રગટ કરવાનું તેડું હતું.
     મુસા પોતાનાં તેડા ને બીજા કોઈ ને આપી દેવા કહે છે.
*મુસાનું બહાનું :-*
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, "હે પ્રભુ યહોવા, હું સાચું કહું છું કે, હું કોઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાની ક્ષમતા ધરાવતો નથી. તમારી સાથે વાતચીત થઈ તે પછી પણ હું બોલવામાં મંદ છું. મારી જીભ બરાબર ચાલતી નથી."
નિર્ગમન 4:10

*મુસા દ્વારા તેડાનો નકાર*
છતાં મૂસાએ કહ્યું, "હે પ્રભુ યહોવા, કૃપા કરીને મારા સિવાય બીજા કોઈને મોકલો, મને નહિ."
નિર્ગમન 4:13

*દેવનો ક્રોધ*
અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઊઠયો, ને તેમણે કહ્યું, “હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે. તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે.
નિર્ગમન 4:14

તેડા નો નકાર કરવાથી અને બુલાહટ નો જવાબ ન આપવાથી પ્રભુનો ક્રોધ મુસા પર સળગી ઉઠે છે.

અલગ અલગ રીતે પ્રભુ પોતાના લોકો ને મોટા મહાન દેવનાં કાર્યો પ્રગટ કરવાને તેડું આપે છે.પરંતુ તેમાં ઘણા બધા લોકો તે તેડા ને સમજી શકતા નથી.અને સમજી શકે છે તો તેનો ઉત્તર આપતા નથી.દૈવી બુલાહટ દરેક લોકો માટે નથી હોતી,દૈવી બુલાહટ એટલે મહાન દેવનાં કાર્ય ને પૂરું કરવા માટે ની નિમણુંક ,દૈવી બુલાહટ એટલે પિતાની સિદ્ધ ઈચ્છા પૂરી કરવા માટે ની નિમણૂક
   વિચાર કરીએ શું આજે આપણે પિતાની સિદ્ધ ઈચ્છા આપણાં વ્યક્તિગત જીવનો વિશે જાણીએ છીએ?
   પિતાની સિદ્ધ ઈચ્છા જાણ્યા છતાં શું આપણે તેના તેડાનો નકાર તો નથી કરી રહ્યા ને ?
    જો આપણે એમ નથી કરી રહ્યા તો ઘણો માર ખાવાનો વારો આવી શકે છે.અને સ્વર્ગીય પિતાનાં ક્રોધ નો ભોગ બનવું ખૂબ અઘરું છે.કેમકે ન્યાયી દેવનાં ન્યાયાસન આગળ આપણે ઉભા રહેવાનું છે..
   આજે જ વિચાર કરીએ....


Friday, 14 January 2022

મંડળી ની તૈયારી

હે દીકરી, સાંભળ, વિચાર કર, અને કાન ધર; વળી તારા લોકને તથા તારા પિતાના ઘરને ભૂલી જા.
ગીતશાસ્‍ત્ર 45:10

આ કલમ સીધે સીધી મંડળી ને સુસંગત છે,જેવી રીતે લગ્ન થયેલી સ્ત્રી પોતના પિતા નાં ઘર ને ભૂલી જાય છે,તે વી જ રીતે આ વચન મંડળી જે ખ્રિસ્ત ની કન્યા છે તેને કહે છે...
  *કન્યા નું પિયર :* આ જગત એ કન્યા નું પિયર છે,આ પૃથ્વી એ કન્યા એટલે મંડળી નું પિયર છે.એટલે પિતાનું ઘર છે,આ પૃથ્વી પર જ મંડળી નો જન્મ થયો છે..એ *પચાસમાંના દિવસે મંડળીનો જન્મ થયો*,અને ટૂંક સમય માં મંડળીનો વર એટલે ખ્રિસ્ત ઈસુ ,પોતાની કન્યા લેવા આવી રહ્યા છે.
    આપણે ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરનાર પોતે જ મંડળી છીએ.આપણે દેવની કન્યા છીએ.
      જો મંડળી હજી પણ જગતનાં રીતિ રિવાજો માં ચાલશે, જગતની સાથે વ્યહવાર રાખશે,જગતની સાથે મિત્રતા રાખશે,જગત ની સાથે સમાધાન રાખશે તો ગગન ગમન ના સમયે તેને પડતી મુકાશે.
          જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
માથ્થી 24:37-39
       જોજો નૂહ ના સમય જેવું ન થાય,આ સાવધાન થવાનો સમય છે.જો આજે સાવધાન ન થઈશું તો *ખ્રિસ્તનાં આગમન* માટે કેવી રીતે તૈયાર થઈશું?
     *ઓ દીકરી,(એટલે મંડળી)*
*૧. સાંભળ : શું સાંભળવાનું છે ?* પવિત્ર-આત્મા મંડળી ને જે કહે છે તે સાંભળ
*૨. વિચાર કર : શું વિચાર કરવાનો છે?* પોતાના આત્મિક જીવન ની તૈયારી વિશે વિચાર કર
*૩. કાન ધર:શું કાન ધરવાનું છે?* દેવનાં વચનો ને કાને ઘરવાના છે..

*કન્યાનું સાસરું:*
       સ્વર્ગીય ઘર,ખ્રિસ્ત જે મંડળી ને માટે તૈયાર કરવા માટે ગયા છે તે મંડળીનું સાસરું છે.જો મંડળી એ સ્વર્ગીય રાજ મહેલ તરફ પોતાની દ્રષ્ટિ રાખશે તો તે આગમન ને માટે રેડી થઈ શકશે.

*ખ્રિસ્ત વરરાજા નું આગમન*
જો આ પ્રમાણે દીકરી કરશે તો તેને એટલે કન્યા (મંડળી ને) તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ *ખ્રિસ્ત ઈસુ વરરાજા નો સ્વર્ગીય રાજમહેલ* રાજમહેલમાં પ્રવેશ કરશે.
ગીતશાસ્ત્ર 45:15

Monday, 10 January 2022

૨૦૨૨ માં પ્રતિકૂળ સંજોગો માં પણ તત્પર રહીએ*


*૨૦૨૨ માં પ્રતિકૂળ સંજોગો માં પણ તત્પર રહીએ*

તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.
તિમોથીને બીજો પત્ર 4:2 

        આજ સુધી આપણે અનુકૂળ સમય જોઈને સેવા કરી છે,અથવા અનુકૂળ સમાયો ની રાહ જોતાં જોતા હજી પણ સેવા માટે પગલું ભર્યું નથી,
     જેવી રીતે પાઉલ તીમોથી ને કહે છે કે,અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં તત્પર રહે, એટેલે કે પોતાનાં કમ્ફર્ટ ઝોન માં રહીને સેવા ન કર પણ,કોઈ પણ સમયે,તું સુવાર્તા પ્રચાર ને માટે તૈયાર રહે, રાત હોય કે દિવસ દરેક સમયે તૈયાર રહે...
     આપણાં માના ઘણા બધા પ્રભુની સેવામાં છે,બે વર્ષ થયાં મહામારી આવી અને આ વર્ષે પણ લોક ડાઉન તેમજ ત્રીજી લહેરનાં સમાચારો સંભળાય છે,પ્રભુ ના લોકોની સતાવણી થઈ રહી છે,હવે પછી અનુકૂળ પરિસ્થિતિ આવશે એની આશા ન રાખો,ક્રુસેડ થશે એની આશા ન રાખો પરંતુ જે પરિસ્થિતિમાં આપણે છીએ તેમાં જ કઈ રીતે ખ્રિસ્ત ઈસુની સુવાર્તા,ઉપદેશ ઘણા બધા લોકો ને સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયત્નો ચાલુ કરીયે,પવિત્ર આત્મા દેવની દોરવણી હેઠળ ૨૦૨૨ ને માટે પ્રતિકૂળ સંજોગોમાં પણ તત્પર રહેવા માટે પ્રભુ પાસે મદદ માંગીએ..
     *વિશ્વાસ ની કબૂલાત* હૈ પ્રભુ યીશુ ૨૦૨૨ માં પણ હું ,પ્રતિકૂળ સમય માં પણ તમારા નામ ને પ્રગટ કરવા, સુવાર્તા ફેલાવવા માટે હું તત્પર રહીશ.કેમકે પ્રભુ યહોવા મારુ બળ છે,તે મારા પગોને હરણી ના જેવા ચપળ કરે છે.ને મારા ઉચ્ચસ્થાનો પર ચલાવશે....આમીન

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...