Wednesday, 27 February 2019

ઇશ્વરીય તેડું :- (શિષ્યો નું તેડું)


God's Calling  to  Ignite Group

-: ઇશ્વરીય તેડું :- (શિષ્યો નું તેડું) (ઘટના)

તેમણે કહ્યું કે, 'મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા
તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.' આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછ્યું કે, 'શું તમે પણ જતા રહેવા ચાહો છો?'
યોહાન 6:65-67

તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
પિતરનો બીજો પત્ર 1:10

કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.
રોમનોને પત્ર 11:29

(ઇબ્રાહિમ નું તેડું) (ઘટના) ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો.
હિબ્રૂઓને પત્ર 11:8

-: Calling Of Ignite Group :-

Date :- 18th November 2018

યાદ કરો એ તારીખ,યાદ કરો એ દિવસ
યાદ કરો એ સાંજ,જ્યારે તમને દેવની અદભુત સેવાને માટે અભિષેક કરવામાં આવ્યા.
યાદ કરો એ દિવસ જ્યારે દેવના અભિશિક્ત સેવક દ્વારા આપણા ગ્રુપ માટે પ્રાર્થના કરવામાં આવી,ભવિષ્યવાણી કરવામાં આવી ...

-: આત્મિક ઐક્ય :- (કરીંથીની મંડળી નો પ્રશ્ન)
મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી. માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ [સર્વસ્વ] છે.
કરિંથીઓને પહેલોપત્ર 3:6-7

(ખ્રિસ્તનું શરીર અને તેના અંગો )
કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
કરિંથીઓને પહેલોપત્ર 12:12

પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
ક્લોસ્સીઓને પત્ર 3:14

તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, 'તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,' તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો;
યાકૂબનો પત્ર 2:8

તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
પિતરનો પહેલો પત્ર 1:22

જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
યોહાનનો પહેલો પત્ર 2:10

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...