Tuesday, 26 February 2019

પવિત્ર આત્મા નું ઐક્ય

🔥સ્પિરિચ્યુઅલ ઇગ્નાઇટ બાઇબલ મનન🔥

"પવિત્ર આત્મા નું ઐક્ય"
એક કરતા બે ભલા ,કેમકે તેની મહેનત નું ફળ તેમને સારું મળે છે,એકલા માણસ ને હર કોઈ હરાવે ,પણ બે તેની સામાં થઈ શકે,ત્રેવડી વણેલી દોરી જલ્દી તૂટતી નથી.
- સભાશિક્ષક ૪:૯,૧૨

     ઉપર ની કલમ આપણને શું સમજાવે છે? ખ્રિસ્તમાં આત્મિક ઐક્ય , જ્યારે આપણે જોઈએ છીએ કે,સગડી માં મુકેલા અંગારાઓ ને અલગ અલગ કરી દેવામાં આવે છે ત્યારે તેઓ પોતાની પ્રજ્વલન ક્ષમતા ધીરે ધીરે ગુમાવી દે છે.પણ જયારે તેઓને ભેગા કરી દેવામાં આવે ત્યારે તેઓ વધારે સળગવા માંડે છે, અને આમ સાથે મળીને પોતાની પ્રજ્વલન ક્ષમતા વધારી દે છે.
"ત્રેવડી વણેલી દોરી" : દેવ,આપણે પોતે,આપણાં સાથી મિત્રો
    વહાલાંઓ આપણે જયારે દેવનું કામ લઇ ને બેઠા છે ત્યારે ,શૈતાન કંઈ એમજ બેસી ને જોયા નથી કરવાનો ,શૈતાનની યોજનાઓ એવી છે કે ,"ભાગલા પાડો અને રાજ કરો",જ્યારે જ્યારે દેવનું કામ આપણે હાથમાં લઈએ છીએ ત્યારે ત્યારે શૈતાન પણ પોતાનું કામ પુરજોશમાં ચાલુ કરી દે છે. ત્યારે આપણી આત્મિક દ્રષ્ટિ ખોલીને આપણે શૈતાનની યોજનાઓ ને સમજી જઇયે તો બહુ સારી વાત છે.
    મહત્વ ની વાત : સગડીમાં ના અંગારાઓ ને એકઠા કરવાનું કામ તો પવિત્ર આત્માનું છે, જે આત્માની દોરવણી પર ચાલે છે તેજ આત્માની ઐક્યતા માં આવી શકે છે, જો આત્માની ઐક્યતા માં આવવું હોય તો દરેક અંગારાઓ એ ઈશ્વર સાથેનાં વ્યક્તિગત સંબંધમાં આવવું પડશે અને સાથે જાતે પણ ઈશ્વર( જે ભસ્મ કરી નાખનાર અગ્નિ  છે) તેની સાથે જોડાઈને સળગવુ પડશે.
    આવનાર દિવસોમાં આત્મિક જાગૃતિ ની જે સભા રાખવામાં આવી છે જેના ગણતરી ના દિવસો બાકી છે ,ત્યારે ઈશ્વરનું વચન આપણને કહી રહ્યું છે કે,
    "હવે ભાઈઓ ,હું આપણાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે વિનંતી કરીને કહું છું કે,તમે એક સરખી વાત કરો ,અને તમારામાં પક્ષ પડવા ન દેતા,એકજ મનનાં તથા એકજ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો." - ૧લો કરિનથી ૧:૧૦
    જેઓ આત્મિક પરિપક્વ છે તેઓ માટે
  "હવે અશક્તો ની નિર્બળતાને સહન કરવી ,અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું,એ આપણ શક્તિમાનો ની ફરજ છે."- રોમનોને પત્ર ૧૫:૧
   તમે એક ચિત્તે ,તથા એક અવાજે દેવનો ,એટલે આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો,એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહોમાહે એકજ મનના થાઓ ,એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો. રોમન ૧૫:૫,૬

યુથ ગ્રુપ ના દરેક કામો તેમજ સેવાઓ માટે :

ઈશ્વરનું વચન એવું કહે છે કે, ૨જો તિમોથી ૨:૨૦,૨૧
પણ મોટા ઘરમાં (જે ઘર દેવનું છે) કેવળ સોના રૂપાના જ નહીં ,પણ લાકડાનાં તથા માટીના પાત્રો પણ હોય છે ;તેઓ માંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે,એ માટે જો કોઈ પાછલાંથી પોતાને દૂર  રાખીને શુદ્ધ રહે,તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું ,સ્વામી ને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.

     આવનારી મિટિંગ ને માટે દરેક ને જે જે સેવાઓ સોંપવામાં આવે તે સેવા ખંતથી કરવી,કેમકે દરેક સેવા એ દેવની સેવા છે માટે કોઈ વ્યક્તિએ એવું વિચારવું નહીં કે મને  હલકી સેવા આપી અને ઉત્તમ સેવા ન આપી.આ મિટિંગ આવે તે પહેલા આપણે દરેકે પોતાની જાતને તૈયાર કરવી પડશે. જેથી આપનાં સ્વામી ઈસુને સારું ઉપયોગી પાત્ર આપણે બની શકીયે.

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...