Friday, 8 February 2019

✝🔥 શું તમે ખ્રિસ્તને માટે ઓનલાઇન છો?📖

✝🔥 શું તમે ખ્રિસ્તને માટે ઓનલાઇન છો?📖
૧. વોટ્સઅપ : શું થઈ રહ્યું છે?
૨. ઈસુ ઓનલાઇન : ખ્રિસ્ત હાજરાહજૂર છે. (દેવનું વચન)
૩. તમે ઓનલાઇન :પ્રાર્થના-બાઈબલવાંચન-સ્તુતિઆરાધના
૪. ઓફલાઇન : તમે હજી સુધી ઈશ્વર સાથે સંબંધમાં નથી
૫. સ્ટેટસ અપડેટ : દેવનું અજવાળું પ્રકાશવા દેવું.
૬. પ્રોફાઈલ પીક્સ : તમારું ચરિત્ર શું છે?

✝  ખ્રિસ્ત તમારા માટે ઓનલાઇન છે :- ( સત્ય હકીકત )
•  ઈસુ   ઓનલાઇન છે તે તમને કઈ રીતે  ખબર પડે ?
        મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ,અને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.  - યરમિયા  ૩૩:૩

✝ શું તમે ખ્રિસ્ત માટે ઓનલાઇન છો? 🔥

     📌 જો તમે સમય કાઢીને પ્રાર્થના કરો છો. 📌
     (સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. - લુક ૧૮:૧)
    
    📌 જો તમે સમય કાઢીને વચન મનન કરો છો.📌
    ( આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. °કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ.
યહોશુઆ ૧:૮)

     📌 જો તમે સમય કાઢીને દેવની સ્તુતિ કરો છો.📌
     ( તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ, લોકોએ ગાયનો   મારફતે તેમની સ્તુતિ કરી છે. (અયૂબ ૩૬:૨૪))

   📌  જો તમે દેવનાં વચન પ્રમાણે ચાલો છો.📌
      જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી. મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
ગીતશાસ્ત્ર ૧૧૯:૯,૧૧

તો તમે કહી શકો કે તમે દેવને માટે ઓનલાઇન છો.

✝ આપણે શું કરવું જોઈએ ? 🔥
     યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો.
યશાયા 55:7
    
   🔥 ઈસુએ તમારા માટે (તમારી સાથે ઓનલાઇન રહેવા માટે એટલે કે તમારી સાથે સંગત માં રહેવા માટે પોતાનો જીવ આપી દીધો પોતાનું લોહી તમારા અને મારા માટે વહેવડાવી ને આપણાં પાપોની માફી આપી દીધી.) શું આપણે દેવની અમૂલ્ય ભેટની કિંમત આંકીયે છીએ? દેવને માટે આપણાં વ્યસ્ત જીવનમાં સમય કાઢીએ છીએ.? દરેક જણ વિચાર કરીયે.🔥
 
     
       
      

No comments:

Post a Comment

अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...