Wednesday, 29 December 2021

ઋણ નું ખાતું ઝીરો કરીએ

*નવા વર્ષ ૨૦૨૨ માં જતા પહેલા ઋણ નું ખાતું ઝીરો કરીએ*

એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’ તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ‍ચઢાવ.
માથ્થી 5:23‭-‬24

    પ્રભુ નો આભાર માનીએ કે ,આ વર્ષે પ્રભુએ આપણ ને પુષ્કળ કૃપા આપીને સંભાળીને ચલાવ્યા,આ દિવસો દેવની આગળ આભાર સ્તુતિ ના અર્પણ ચઢાવવા ના છે.તેમજ નવા વર્ષનાં દિવસે પણ આપણે દેવળ માં જઈને પ્રભુ આગળ અર્પણ ચઢાવીશું..
    તે પહેલાં આપણાં ઋણ નું ખાતું શૂન્ય કરીયે,આપણાં માનવીય સ્વભાવ ને લીધે કોઈ ભાઈ બહેન સાથે કોઈ પણ તકરાર ,કે મતભેદ થયો હોય તો તે બાબતે તેમની સાથે સલાહ કરીને ,ક્ષમા અને માફી આપીને આપણાં જીવનમાંથી તેઓના ઋણ ને શૂન્ય કરી દઈએ..ભાઈ ભાઈ એકબીજા સાથે સલાહ કરી લઈએ,બહેનો બહેનો એક બીજા સાથે સલાહ કરી લઈએ,ભાઈ બહેનો એક બીજા સાથે સલાહ કરી લઈએ...
    અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.
માથ્થી 6:12
         જ્યાં સુધી આપણે આપણા ઋણી ઓ ને માફ ન કરીશું ત્યાં સુધી આપણાં પાપો પણ પ્રભુ આપણને માફ ન કરશે.તેથી આ વર્ષનાં ૨૦૨૧ છેલ્લા ત્રણ દિવસ મનોમંથન અને આત્મિક હિસાબ ના દિવસો છે..પોત પોતાનું આત્મિક ખાતા ની તપાસ કરીયે.અને હિસાબ કરીયે ....અને દરેકને ક્ષમા આપીએ,આપણી ભૂલ થઈ હોય તો માફી માંગી લઈએ..રખેને નવા વર્ષમાં દેવ આપણું અર્પણ માન્ય ના કરે,જેવી રીતે કાઈન નું અર્પણ માન્ય ન કર્યું....ઝડપથી આપણાં દરેક મિત્રો,સગાઓ ને આ મેસેજ ફોરવર્ડ કરીયે અને કહીયે...આ વર્ષમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તમને દુઃખ પહોચાડ્યું હોય તો તેની મને માફી આપો....હું મારું ખાતું ઝીરો કરવા માગું છું....ખ્રિસ્તે જેવી રીતે આપણને માફી બક્ષી તે રીતે આપણે પણ ક્ષમા કરીયે...તમેજ માફી માંગી લઇએ....
         જેથી ૨૦૨૨ માં આપણે પુષ્કળ પ્રમાણ માં આપણે દેવની કૃપા ને મેળવી શકીએ....

*જેવા સાથે તેવા*

   
*જેવા સાથે તેવા*

 "જેવા સાથે તેવા" એટલે જે જેવો વ્યવહાર કરે તેની સાથે તેવો વ્યવહાર કરવો. આ ગુજરાતી કહેવત ખૂબ પ્રચલિત છે.પણ આ કહેવત બાઇબલનાં સિદ્ધાંત ને આધારિત નથી...એક ખ્રિસ્તી વ્યક્તિ આ કહેવત પ્રમાણે ચાલવા જાય તો ,એ ખ્રિસ્તની આજ્ઞા મુજબ ચાલી શકતો નથી..
      જો સ્વર્ગીય પિતા મનુષ્ય ની સાથે આ રીતે ચાલ્યા હોત ,તો મનુષ્ય અનંતકાળ સુધી ખ્રિસ્તના બલિદાન વગર રહ્યો હોય,કેમકે વચન કહે છે કે,જે પાપ કરે તે માર્યો જાય...
      "જેવા સાથે તેવા" એ જગતની ફિલસૂફી છે.એક ખ્રિસ્તી વ્યક્તિનાં વ્યાકરણ માં "જેવા સાથે તેવા" એ કહેવત આવવી ન જોઈએ..
      દા. ત. ઘણી બધી વખત મિત્રો વચ્ચે પણ કડવાશ ઉતપન્ન થાય છે.ત્યારે શૈતાન તેઓની વચમાં કાન ભારંભેરની કરે છે.કે મારો મિત્ર મને ફોન નથી કરતો ,કે મેસેજ નથી કરતો તો હું પણ તેને ફોન નહીં કરીશ.સગા સબંધી ઓ માં પણ એવો મત હોય છે કે,એ લોકો આપણાં ઘરે નથી આવતા એટલે આપણે પણ એમના ઘરે નહીં જવાનું....તે મારી સાથે આવો વ્યહવાર કરે છે માટે હું પણ એમજ કરીશ.... આ જગત ની ફિલસૂફી છે..
      જો  ખ્રિસ્ત ઈસુ આપણાં માટે "જેવા સાથે તેવા" ની કહેવત પ્રમાણે વર્ત્યા હોત તો આપણું આવી બનત..
     જયારે આપણે ખ્રિસ્ત થી દૂર હતા ત્યારે આપણી હાલત નીચે પ્રમાણે હતી.
      *આખું માથું રોગિષ્ટ અને આખું હ્રદય નિર્ગત છે. પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાગ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.*
યશાયા 1:5‭-‬6 

જગત કરે છે તેમ આપણે કરીયે તો એમાં કંઈ નવાઈ નથી.વચન કહે છે તેમ
      તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓના પર જો તમે પ્રેમ રાખો, તો તેમાં *તમારી મહેરબાની શાની?* કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારા પર પ્રેમ રાખે છે.
લૂક 6:32 
       જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો, તો તેમાં *તમારી મહેરબાની શાની?* કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.
લૂક 6:33 
        વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં *તમારી મહેરબાની શાની?* કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
લૂક 6:34 
     પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.
લૂક 6:35
         વચન તો કહે છે વૈરીઓ ઉપર પ્રેમ રાખો,પરંતુ આપણે તો ભાઈ ઓ ઉપર પણ પ્રેમ રાખી શકતા નથી,એ સત્ય વાત છે..કેમકે હજી પણ આપણાં જીવનમાં એ દૈવી પ્રેમ ની કમી છે..એ દૈવી પ્રેમ જે પોતાને વધસ્તંભ પર જડનાર લોકો ને માટે કહી શકે છે કે પિતા તેઓને માફ કર, એ દૈવી પ્રેમ જે પોતાને કોરડાં મારનાર અને ખ્રિસ્તની પીઠ ને છોલી નાખનાર ને કહી શકે છે કે પિતા તેઓને માફ કર, કેમકે તેઓ શું કરે છે તે તેઓ જાણતાં નથી..
         *લાગૂકરણ:
         અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.
રોમનોને પત્ર 5:5* 

પ્રાર્થના: હૈ સ્વર્ગીય પિતા,જેવા સાથે તેવા એ માનવીય સ્વભાવ છે,પણ જેવા સાથે ખ્રિસ્ત જેવા એ તો દૈવી સ્વભાવ છે ,ખ્રિસ્ત ઇસુનો સ્વભાવ પહેરી લેવા મને પવિત્ર આત્મા દ્વારા મદદ કરો..આમીન

Friday, 1 October 2021

"રોજ ને માટે રોજની કૃપા*

"રોજ ને માટે રોજની કૃપા*

યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે.
યર્મિયાનો વિલાપ 3:22‭-‬23

        ખ્રિસ્ત ઈસુ જ્યારે વધસ્તંભ પર પોતાનું રક્ત વહેવડાવી રહ્યા હતા ત્યારે તેની સાથે તેમની કૃપા પણ વહી રહી હતી.
        આપણા જીવનમાં રોજ રોજ નવા પડકારો ,નવી મુશ્કેલીઓ અને નવા પ્રશ્નો આવે છે,ઘણી વાર આવા પડકારો,મુશ્કેલી ઓ અને પ્રશ્નો ને જોઇને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ.
        પણ શું આપને જાણીએ છીએ કે દર સવારે પ્રભુની કૃપા નવી થાય છે ? દરરોજ નાં જીવનનાં નવા પડકારો ને બંધ બેસતી નવી કૃપા,નવી મુશ્કેલીઓ ને બંધ બેસતી નવી કૃપા,નવા પ્રશ્નો ને બંધબેસતી નવી કૃપા નાં ઉત્તરો આપણા માટે ઉપલબ્ધ છે.
        પરંતુ આપણે આ કૃપા ની અખૂટ સંપત નો ઉપયોગ કરતા નથી,ને દેવની કૃપા ને બદલે આપણા પ્રયત્નો,આપનું સોલ્યુશન અને આપની સમજ શક્તિ લગાવીએ છીએ.
        શું આજે ખ્રિસ્ત ની કૃપા ને આપણા જીવનમાં આપણે કાર્ય કરવા દઈશું ? એ કૃપા નો ઉપયોગ કરીએ અને કૃપા નો લાભ લઈએ.

Tuesday, 28 September 2021

"આશીર્વાદો નો નશો*


આશીર્વાદો ને પચાવી જાણો

અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
ઉત્પત્તિ 9:20‭-‬21 

      નૂહ દેવની નજર માં ન્યાયી માણસ હતો,અને દેવે તેને તેમજ તેના કુટુંબ ને વહાણ દ્વારા જળપ્રલય થી બચાવ્યો,ત્યાર પછી નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી. અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.
         .જળપ્રલય વખતે એ તારણ રૂપી વહાણ દ્વારા ઈશ્વરે નૂહ અને તેના કુટુંબ ને તારણ આપ્યું. એ બાબત આપને જાણીએ છીએ.અને જળપ્રલય પછી નૂહ ખેતી કરવા લાગ્યો અને દ્રાક્ષ વાડી રોપી અને તે પીધેલો થયો.અને તે નવસ્ત્ર થયો.
         ખ્રિસ્ત ઈસુમાં મહાન તારણ ની ભેટ મળ્યા પછી દરેક લોકો સર્વાંગી રીતે આશીર્વાદો પ્રાપ્ત કરે છે.નૂહ જેવી રીતે ખેતી કરવા લાગ્યો અને દ્રાક્ષ વાડી રોપી એ આશીર્વાદો ને સૂચવે છે. તારણ પામેલા લોકો દરેક રીતે ફળવંત થાય છે.અને પ્રભુનાં આશિષ મેળવે છે.અને કૌટુંબિક ,ભૌતિક ,આર્થિક આશીર્વાદો માં એટલા બધા ડૂબી જાય છે કે જાણે નૂહ ની સમાન "આશીર્વાદો નો નશો" તેઓ કરે છે.
         જેવી રીતે નૂહે દ્રાક્ષ વાડી રોપી અને તે પીધેલો થયો.અને તે નવસ્ત્ર થયો.તેજ પ્રમાણે આજે તારણ પામેલા લોકો ની સ્થતિ છે.
         તેઓના જીવનમાં "આશીર્વાદો નો નશો" એટલો બધો છે  કે તેઓએ ખ્રિસ્ત ઈસુ એ આપેલા તારણ નાં વસ્ત્રો ને ઉતારી નાખ્યા છે.અને જગત ની સાથે સમાધાન કરી ને ફેશન,મોભો,ઘમંડ,જગત નાં વાના ઓ માં રચ્યા પચ્યા રહે છે.
     આજે વિચાર કરવાની જરૂર છે,મનોમંથન નો આજે દિવસ છે.શું આજે આપણે આશીર્વાદ નાં નશા માં આશીર્વાદ નાં સ્રોત ખ્રિસ્ત ઈસુ નાં વ્યક્તિગત સબંધ ને ત્યજી તો નથી દિધો ને ? શું ખ્રિસ્ત ઈસુ એ આપણા જીવનમાં આપેલા એ તારણ નાં વસ્ત્ર ને આપને ઉતારી તો નથી નાખ્યું ને ? જેમ જગત નાં લોકો જીવે છે તેવી જીવન શૈલી અપનાવી ને શું આપને જગત સાથે સમાધાન તો નથી કર્યું ને ?

જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
યોહાનનો પહેલો પત્ર 2:15‭-‬16 

એ માટે હું તને એવી સલાહ આપું છું કે, તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; અને તું વસ્‍ત્ર પહેરે, ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઊજળાં વસ્‍ત્ર વેચાતાં લે. અને તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ.
પ્રકટીકરણ 3:18 
         
         
         

Monday, 27 September 2021

આશીર્વાદો ને પચાવી જાણો

આશીર્વાદો ને પચાવી જાણો 

દેવ પોતાનાં લોકો ને કોઈ પણ પ્રકારના આશીર્વાદો થી વંચિત રાખવા માંગતા નથી.આત્મિક,ભૌતિક,સામાજિક,આર્થિક કોઈ પણ પ્રકારનાં આશીર્વાદથી પ્રભુ આપણને દૂર રાખવા માંગતા નથી.
પરંતુ દેવને એ ભય છે કે ,આશીર્વાદો મળ્યા પછી મારું પાત્ર એ આશીર્વાદો માં રચ્યા પચ્યા રહીને મને ભૂલી ન જાય ,અને આધ્યાત્મિક નુકશાન ન ભોગવે.
         આપણા ખ્રિસ્તી સમાજ માં દરેક લોકો ને પ્રભુ આશીર્વાદો આપે છે અને લોકો દરેક પ્રકારનાં ભૌતિક આશીર્વાદો માં સમૃદ્ધ થાય છે.પરંતુ એ આશીર્વાદો નાં નશા માં જે સર્વ આશીર્વાદ નાં સ્ત્રોત ખ્રિસ્તને ભૂલી જાય છે.
      ઈબ્રાહિમ ને સંતાન નો આશીર્વાદ ન હતો ,તેની પાસે દરેક પ્રકારનાં ભૌતિક આશીર્વાદો હતા ,પણ તેમને તેણે પચાવી જાણ્યા હતા,અને દેવ સાથેની સંગત માં તે વિશ્વાસુ રહ્યો હતો.
   પરંતુ જ્યારે સંતાન રૂપી આશીર્વાદ જે દેવ તરફથી મળેલું એક ધન સમાન હતું તેના તરફ તેની દ્રષ્ટિ જવા લાગી હતી,તેથી દેવે તેની કસોટી કરી અને ઈબ્રાહિમ ની આંખોને ઉઘાડી અને તેને જાણ્યું કે ,બાળક રૂપી ધન ને પણ માટે પચાવી જાણવાનું છે.અને દેવ સાથેનાં વ્યક્તિગત સબંધ માં સાતત્ય જાળવવાનું છે.

શું આપણે આપણાં આશીર્વાદો માં એટલા બધા ગળા ડૂબ થઈ ગયા છે ? કે જે આશીર્વાદ નાં સ્રોત છે ખ્રિસ્ત ઈસુ એનેજ આપને ભૂલી ગયા છે? શું ખ્રિસ્ત સાથેનાં વ્યક્તિગત સબંધ માં આપને છીએ?આજે જ તપાસ કરીએ અને દેવ સાથેનાં સંબંધની પુનઃ સ્થાપના કરીએ.

Saturday, 11 September 2021

*Why God have taken His Servent During the Time Of Corona* ?

*Why God have taken His Servent During the Time Of Corona* ?
उपरोक्त प्रश्न आज पूरे मसीह समाज का हैं। हर एक ख्रीस्त यीशु पर विश्वास करने वाले व्यक्ति के जीवन में ये प्रश्न उभर रहा है, कि करोना महामारी में प्रभु की अपने सवको के प्रति क्या योजना है?   हम प्रभु से कभी सवाल नहीं पूछ सकते हैं पर प्रभु के द्वारा दिए गए उसके वचन और पवित्र आत्मा की अगुवाई के अनुसार हम इन प्रश्नों का उत्तर देने का प्रयास कर सकते हैं।

प्रभु के ह्रदय की बात जाननी हो तो पवित्र आत्मा की आवाज़ सुननी पड़ेगी। *1 कुरन्थियों 2:10-11* के अनुसार *"परन्तु परमेश्वर ने उन को अपने आत्मा के द्वारा हम पर प्रगट किया; क्योंकि आत्मा सब बातें, वरन परमेश्वर की गूढ़ बातें भी जांचता है।"*
इसलिए प्रभु की आत्मा के सिवाय प्रभु की बातें और कोई नहीं जानता।
एज्रा ने परमेश्वर की व्यवस्था का अध्ययन किया, और निम्नलिखित कारणों को पाया:

*1.  गेहूं के दाने के समान मर जाना:- (To be fruitful for God)*
*2.  क्लेश में जाने से सेवकों को बचाया जाना।*
*3.  नयी पीढ़ी को तैयार करना-( New Generation-Joshua Generation)* 
*4.  लोगों को अपने तरीके से तैयार करना सीखाना। (चील के शावक का पंखों से उड़ना)*
*5. व्यवस्था का पूराना तरीका-आत्मा का नवीन तरीका*

1.  *गेहुं के दाने मर जाते हैं-: यहुन्ना 12:24* *"मैं तुम से सच सच कहता हूं, कि जब तक गेहूं का दाना भूमि में पड़कर मर नहीं जाता, वह अकेला रहता है परन्तु जब मर जाता है, तो बहुत फल लाता है।*

आत्मिक संसार में नया जन्म लिए हुए लोगों को भी गेहूं कहा जाता है। मौजूदा परिस्थितियों में जब पास्टरो और सेवकों को गेहूं के दाने से तुलना की जाए तो उनकी मृत्यु के पीछे प्रभु की बड़ी योजना छुपी हुई है। पिछले दिनों में बहुत से चरवाहों ने मृत्यु पायी है उनकी मृत्यु के बाद से, अनेक "शक्तिशाली अध्यात्मिक सेवक" बहुत से और गेहूं के दाने पैदा करने जा रहे हैं निश्चित रूप से इस वचन के अनुसार प्रभु की योजना हो सकती है। 


2. *विपत्ति से सेवकों को छुड़ा लेना:-यशायाह 57:1-2*
*"धर्मी जन नाश होता है, और कोई इस बात की चिन्ता नहीं करता; भक्त मनुष्य उठा लिए जाते हैं, परन्तु कोई नहीं सोचता। धर्मी जन इसलिये उठा लिया गया कि आने वाली आपत्ति से बच जाए, वह शान्ति को पहुंचता है; जो सीधी चाल चलता है वह अपनी खाट पर विश्राम करता है।*
परमेश्वर पिता संसार में जो निश्चित रूप से  आने वाले क्लेश से बचाने के लिए सेवकों को बुला ले रहे हैं। 
*प्रकाशित वाक्य 14:13*
*"और मैं ने स्वर्ग से यह शब्द सुना, कि लिख; जो मुरदे प्रभु में मरते हैं, वे अब से धन्य हैं, आत्मा कहता है, हां क्योंकि वे अपने परिश्र्मों से विश्राम पाएंगे, और उन के कार्य उन के साथ हो लेते हैं।"*

*3. नेतृत्व का स्थानांतरण:-*मूसा से यहोशु*

वर्तमान में *(व्यवस्थाविवरण 31:7तब मूसा ने यहोशू को बुलाकर सब इस्राएलियों के सम्मुख कहा, कि तू हियाव बान्ध और दृढ़ हो जा; क्योंकि इन लोगों के संग उस देश में जिसे यहोवा ने इनके पूर्वजों से शपथ खाकर देने को कहा था तू जाएगा; और तू इन को उसका अधिकारी कर देगा*)  
हम  स्वर्गीय कनान देश के नज़दीक आ पहुंचे हैं हम प्रभु के राज्य के एकदम नजदीक समय में है।

जो चरवाहे प्रभु में सो गए उनके मार्गदर्शन और मध्यस्थता की प्रार्थनाओं के तहत मंडलिया चल रही हैं। पर जब मूसा जैसे अगुवो को प्रभु कहते हैं कि अब तुम्हारा नेतृत्व नयी पीढ़ी के जवानों (यहोशु की पीढ़ी) को सौंप देने की जरूरत है। क्योकि स्वर्गीय कनान देश के तरफ आगे बढ़ने के लिए प्रभु यहोशु जैसे जवानों, जोश और शक्ति से भरपूर ऐसे अगुवो को देने जा रहे हैं। इस कारण मूसा की मृत्यु आवश्यक है जिस से यहोशु की सेवकाई प्रारंभ हो सके। 

   मूसा की सेवा को प्रभु ने कुछ निर्धारित समय के लिए ही ठहराई हैं उसके बाद यहोशु की सेवा और नेतृत्व ठहराया हैं।

*4.  प्रभु अपनी संतानों को उड़ना सिखने के लिए: (चील के बच्चे के समान)*
चील का शावक उड़ना सिखे इस कारण वह अपने बच्चों को घोसले से नीचे फेक देती है। घोसला विश्वासियों के कम्फर्ट ज़ोन का सूचक हैं।  घोंसले के अन्दर जो बच्चे बैठे रहते हैं, उन्हें चील खुद खाना ढूंढ कर उनकी चोंच में देकर खिलाती है बच्चों को माता से पोषण एवं रक्षन के साथ-साथ पंखों से गर्मी भी मिलती है। लेकिन चील के शावक जीवन भर घोसले में ही रहे और चील उन्हें खिलाती रहे, ऐसा होता नहीं है। 

*5. पूराना तरीका-नया तरीका (रोमियो 7:6)*
इसलिए, हम पुरानी व्यवस्था के अनुसार नहीं, बल्कि आत्मा के अनुसरण करने वाले नए तरीके के अनुसार सेवा करें।  परमेश्वर के राज्य में यीशु मसीह के आने से पहले व्यवस्था पूरानी प्रणाली के अनुसार चलती थी। मूसा के समय व्यवस्था लागू हुई। लेकिन यीशु मसीह के आने के बाद वैध प्रतिशोध समाप्त हो गया। और प्रभु यीशु मसीह की मृत्यु, दफन और पुनरुत्थान के द्वारा पवित्र आत्मा से कार्यरत नयी विधि प्रारंभ हुई।

जैसे जैसे समय बितता है बच्चे बड़े होते जाते हैं और उन्हें परीपक्व होने की जरूरत होती है। उन्हें खुद से उड़ना सिखना पड़ता है और खुद अपना खाना ढूंढना होता है। 

अलग अलग पासवान द्वारा प्रभु ने अपने वचनों के अर्थ समझा कर हमे तैयार किया, हमे आत्मिक पोषण दिया। हमारे मुँह में वचन रुपी बीज डाला पर अब प्रभु हमारी आत्मिक निर्भरता दूर करना चाहते हैं। प्रभु हर एक विश्वासी को कोई मनुष्य पर नहीं परंतु यीशु पर पूर्ण से आश्रित हो जाए। प्रभु अपने बच्चों को उनके आत्मिक अधीकारो की पहचान करवाना चाहते(प्रभु के बेटे बेटियों के रुप में हमारे अधिकार क्या हैं एवं उनका उपयोग सिखाना चाहते हैं)

Friday, 10 September 2021

*આધ્યાત્મિક નુકશાન*

*આધ્યાત્મિક નુકશાન*
તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.
ગીતશાસ્‍ત્ર 106:15

આપણા જીવનમાં રહેલી અદ્ર્શ્ય મૂર્તિઓ આપણ ને આધ્યાત્મિક નુકશાન તરફ લઈ જાય છે.

- જ્યારે જ્યારે આપણે પ્રભુ ઈસુ પાસે માંગીએ છીએ ત્યારે પ્રભુ આપણને આપે જ છે.કેમકે આપણે સ્વર્ગીય પિતાના દીકરા દીકરીઓ છીએ.
- પણ શું આપણે ફક્ત આપણા પૃથ્વી પરના જીવન માટે ભૌતિક વાનાઓ માંગીએ છીએ ?
- શું આપણે દેવ પાસે ફકત ઘર,નોકરી,ધંધો,નફો,દ્રવ્ય, બાળકો,કે દ્ર્શ્ય વાના ઓ માંગીએ છીએ?
- શું આપણે દેવ પાસે ફક્ત દ્ર્શ્ય અને ભૌતિક વાનાં ઓ માંગીએ છીએ?
- શું આપણે પોતાની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ કે ઇશ્વર ની સિદ્ધ ઈચ્છાઓ પ્રમાણે ?

આધ્યાત્મિક નુકશાન ખૂબ મોટું નુકશાન છે
આધ્યાત્મિક નુકશાન અનંતકાળ નું નુકશાન છે
આધ્યાત્મિક નુકશાન ન ભરપાઈ થઈ શકે એવું નુકશાન છે.

ઈબ્રાહિમ : આ વ્યક્તિ ને યહોવા દેવે દીકરાનું દાન આપ્યું પરંતુ પ્રભુ જોઈ રહ્યા હતા કે ઈબ્રાહિમ નું ધ્યાન પોતાના દીકરા તરફ વધારે પડતું થઈ રહ્યું હતું. વૃદ્ધ ઉંમર માં મળેલો દીકરા રૂપી આશીર્વાદ તેને એક આધ્યાત્મિક નુકશાન તરફ લઈ જાય તેવી સંભાવના ઊભી થઈ હતી.આજ દીકરો એક રીતે તેની મૂર્તિ બની ગયો હતો.
   તેથી જ દેવે ઈબ્રાહિમ ની પરીક્ષા કરી,અને પોતાના દીકરા નું બલિદાન આપવાનું ઈબ્રાહિમ ને કહેવામાં આવ્યું જેથી ઈબ્રાહિમ ખૂબ મોટા આધ્યાત્મિક નુકશાન માંથી બચી જાય.

શું આપણા જીવનમાં આપણે કોઈ વસ્તુ વ્યક્તિ. ને વધારે પ્રેમ કરીએ છીએ ? એને ઈશ્વર કરતા વધારે મહત્તમ સ્થાન આપીએ છીએ ? કોઈ વસ્તુ વ્યક્તિ પ્રત્યે ખ્રિસ્ત કરતા વધારે લગાવ છે ?  જો હા તો આપણે આધ્યાત્મિક નુકશાન તરફ જઈ રહ્યા છે. આપણા આધ્યાત્મિક નુકશાન નું કારણ આપનાં બાળકો, માતા પિતા કે નોકરી કે ધંધો કે મિલકત કે દ્રવ્ય કે મિત્રો તો નથી ને ? વિચાર કરીએ આજે જ આપને કોઈ આધ્યાત્મિક નુકશાન તો નથી વેઠી રહ્યા ને ?
આપણે ખ્રિસ્ત સાથે નાં શાંત સમય ને બીજા કોઈ વ્યક્તિ વસ્તુ ને તો નથી આપી દિધો ને ?
આપણે સ્તુતિ આરાધના અને ખ્રિસ્ત નાં જીવંત વચનો થી દુર તો નથી ગયા ને. ?
આજે જ મનોમંથન નો દિવસ છે.વિચાર કરીએ આપનો મોબાઈલ કે સોશિયલ મીડિયા તમારું આત્મિક નુકશાન તો નથી કરી રહ્યાં ને ..?

Thursday, 9 September 2021

*આધુનિક મૂર્તિપૂજા*

*આધુનિક મૂર્તિપૂજા*
     ખ્રિસ્તી લોકો દેવની આજ્ઞા ને અનુસાર કોઈ મૂર્તિ ને નમતા નથી અને તેની ભક્તિ કરતા નથી,
            તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું,
નિર્ગમન 20:4‭-‬5
        જૂના કરાર માં ઘણા બધા રાજાઓ તેમજ યહૂદી પ્રજા એ મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા ,વિદેશી લોકોના દેવી દેવતા ઓ ને પોતાના કરી લીધા હતા અને આ પાપ ને લીધે યહોવા પરમેશ્વર વારંવાર તેઓને શિક્ષા કરતા હતા અને તેઓ સંકટ માં આવી પડતાં હતાં.
        મુસા જ્યારે પર્વત પર દેવને મળવા માટે ગયો તે સમયે હારુન તથા ઇઝરાયેલી પ્રજા એ સોનાનું વાછરડું બનાવીને તેની સ્તુતિ કરવાનું શરૂ કરીને જીવતાં  દેવને રોષ ચઢાવ્યો હતો.
        *યહોવા પરમેશ્વર એ આસ્થાવાન દેવ છે.જે પોતાની સ્તુતિ તેમજ મહિમા કોઈ બીજી વ્યક્તિ,મૂર્તિ કે માણસ ને આપવા દેતા નથી.*
       *મૂર્તિ નો સીધો અને સરળ અર્થ એ છે કે, જે સ્થાન દેવનું છે તે સ્થાન બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ ને આપવું.*
       *સૌથી પ્રથમ સ્થાન જીવતાં  ઈશ્વર નું જ છે.*
        અને જો તમે અને હું એ સ્થાન બીજી કોઈ નિર્જીવ વસ્તુ કે સજીવ વ્યક્તિ ને પણ આપો તો એ નિર્જીવ વસ્તુ તમારી મૂર્તિ છે.અને એ સજીવ વ્યક્તિ તમારી મૂર્તિ છે.
        તમારી મિલકત તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારા દીકરા દીકરી તમારી મૂર્તિ હોઈ શકે છે.
        તમારા માતા પિતા તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારું ધન દ્રવ્ય તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારી સંસ્થા તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારી પત્ની કે પતિ તમારી મૂર્તિ હોય શકે છે
        તમારી ખેતીવાડી તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારું કેરિયર અભ્યાસ તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારી નોકરી ધંધો તમારી મૂર્તિ હોય શકે છે .
        તમારો મોબાઈલ સ્માર્ટ ફોન તમારી મૂર્તિ હોય શકે છે.
        તમારું સોશ્યલ મીડિયા તમારી મૂર્તિ હોય શકે છે.
       તમારા મિત્રો સબંધીઓ તમારી મૂર્તિ હોય શકે છે.
        આજે આપનાં જીવન માં વિચાર કરવાની જરૂર છે *શું આ પ્રકારનાં મૂર્તિપૂજક આપણે તો નથી ને* ?શું આજે પણ આપણે દેવનાં પ્રથમ સ્થાન ને મહત્વ ન આપીને બીજી કોઈ વ્યક્તિ,વસ્તુ ને પ્રથમ સ્થાન તો નથી આપવા માંડ્યા ને ?
   સરળ ભાષા માં - *"ખ્રિસ્ત ઈસુ જીવતાં દેવ કરતા વિશેષ પ્રેમ બીજી કોઈ વસ્તુ - વ્યક્તિ ને કરવો એટલે જ મૂર્તિ પૂંજા"*
        ઈસુએ ઉત્તર આપ્યો, “પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ સાંભળ; પ્રભુ આપણો ઈશ્વર તે પ્રભુ એક જ છે; અને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. અને બીજી એ છે કે જેમ તું પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પ્રેમ કર તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”
માર્ક 12:29‭-‬31
    વિચાર કરીએ ✝️વધસ્તંભ નું ઊભું લાકડું પ્રથમ દેવ પ્રત્યેના પ્રેમ ને દર્શાવે છે.જે સૌથી મોટી આજ્ઞા છે.અને બીજી આજ્ઞા માણસો પ્રત્યે પ્રેમ કરવા માટેની આજ્ઞા છે.જે ✝️વધસ્તંભ નું આડું લાકડું છે.ફકત એક લાકડા થી વધસ્તંભ બની શકતો નથી તેથી પ્રથમ આજ્ઞા દેવ પ્રત્યે પ્રેમ કરીએ અને એકબીજા પ્રત્યે પ્રેમ કરીએ .દેવનું સ્થાન બીજી કોઈ વ્યક્તિ ને કે વસ્તુ ને આપણે આપતાં હોય તો આ મૂર્તિ પૂજા ને આજે જ ત્યજી દઈએ..આજે જ મનોમંથન કરવાનો દિવસ છે.

Wednesday, 8 September 2021

*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *

*દેવ સાથેનો વાયા સંબંધ અને ડાયરેક્ટ સબંધ *

એડન  વાડી માં આદમ અને હવા સાથે દેવ રૂબરૂ વાત કરતા હતા અને પાપ નાં આવ્યા પહેલા દેવનો માણસ ની સાથે વ્યક્તિગત સબંધ હતો પણ પાપ પછી તે સબંધ તૂટી ગયો.અને ત્યાર બાદ પ્રભુ નો આત્મા તેની પાસેથી જતા રહ્યા,અને ઈશ્વર પોતાના સેવકો દ્વારા,પ્રબોધકો તેમજ ન્યાયાધીશો દ્વારા પોતાના લોકો સાથે વાત કરતા હતા.પરંતુ માણસ નો દેવ સાથેનો વ્યક્તિગત સબંધ ન હતો, વાયા કરીને પ્રભુ માણસો ની સાથે વાત કરતા.આ જૂના કરાર નો સબંધ હતો.
  પણ ખ્રિસ્ત ઈસુ નાં આવ્યા પછી જે એડન વાડી માં દેવ સાથેનાં વ્યક્તિગત સબંધ ની દોરી તૂટી ગઈ હતી તે ફરીથી એકવાર પુનઃસ્થાપિત થઈ.ખ્રિસ્ત ઈસુ જે દ્વારા જ્યારે વધસ્તંભ પર બલિદાન આપવામાં આવ્યું ત્યારે મંદિર નો પડદો ફાટી ગયો અને પિતા અને પુત્ર નો વ્યક્તિગત સબંધ ફરી પાછો જોડાયો.
       આમ ખ્રિસ્ત ઈસુમાં નવા કરાર દ્વારા દરેક તેના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ દરેક પિતા ની હજૂર માં તેમના સાથે વ્યક્તિગત સબંધ માં આવી શકે છે.
       તેમને આપણને જે પવિત્ર આત્મા આપ્યો છે તેમની સહાય થી અને ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણે આપણા સ્વર્ગીય પિતા નાં વ્યક્તિગત સબંધ માં આવીએ છીએ.
       સબંધ માં વાર્તાલાપ હોય છે. Communication
       સબંધ માં શેરિંગ હોય છે. Sharing
       સબંધ માં સમય ની ફાળવણી હોય છે Time 
       સબંધ માં વિશ્વાસુ પણું હોય છે. Faithfulness
       સબંધ માં ભરોસો હોય છે Trust
       સબંધ માં પારદર્શકતા હોય છે Transperancy
શું તમે ખ્રિસ્ત ઈસુ સાથે વ્યક્તિ ગત સબંધ માં છો? કે પછી હજી પણ કોઈ વાયા વ્યક્તિ છે તમારી વચ્ચે ?
આજે જ વિચાર કરો ,નિર્ણય કરો...
God want direct relationship with Christ Jesus.

Tuesday, 7 September 2021

દેવને તમારું *થોડું* આપો

વિષય : દેવને તમારું *થોડું* આપો 
થોડું તેલ અને થોડો લોટ :-

પણ તે વિધવાએ જવાબ આપ્યો, "તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી મરણ પામીએ."
1 રાજઓ 17:12

      આપણે ઘણી બધી વખત ઈશ્વરને  માટે થોડી વસ્તુ આપવાને માટે વિચાર કરીએ છીએ ,અને કહીએ છીએ મારી પોતાની જ પાસે થોડું છે તો તેને કઈ રીતે હું ઈશ્વરને આપી શકું ? એ સરફત ની વિધવા ની પાસે એક મુઠ્ઠી લોટ અને કુંડી માં થોડું જ તેલ હતું , એ વસ્તુ દેવનાં સેવક ને આપવાને માટે તે મુઝવણ અનુભવે છે ,પણ જ્યારે એ જ થોડું તેલ અને થોડો લોટ જ્યારે દેવનાં અભિષિક્ત સેવકને માટે આપે છે એટલે કે દેવનાં રાજ્યમાં વાવણી કરે છે ત્યારે એજ થોડા ને પ્રભુ બહુ ગુણીત કરે છે.

નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
ગીતશાસ્ત્ર 37:16

ખ્રિસ્ત નાં લોકો પાસે જે કંઈ પણ થોડું છે તે દુષ્ટો ની વિપુલ સંપતિ કરતા વધારે છે.કેમકે ખ્રિસ્તના આશીર્વાદો એ થોડી સંપતિ માં હોય છે અને તે આપણને આનંદ થી ભરી દેનારા હોય છે.

'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?'
યોહાન 6:9
ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.'
યોહાન 6:7

પહાડ પરના ભાષણ વખતે લોકો ભૂખ્યા હતા ત્યારે એક જુવાન પાસે થોડું જ ભોજન હતું.ફકત જવની પાંચ રોટલી અને બે માછલી પણ પુશ્કળતા નો પ્રભુ જ્યારે તેમની સાથે હતો અને જ્યારે એ થોડું ભોજન ખ્રિસ્તના હાથો માં આવ્યું ત્યારે તે વધીને પાંચ હજાર લોકો ને માટે આશીર્વાદ નું કારણ બન્યું અને *બહુ ગુણિત* થયું.

જેમ લખેલું છે, 'જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.'
કરિંથીઓને બીજો પત્ર 8:15

જયારે દેવનાં લોકો પોતાની થોડી વસ્તુઓ દેવને આપી દે છે ત્યારે તે ખૂટી પડતું નથી પણ મહાન પરમેશ્વર તેને બહુ ગુણિત કરીને પાછા આપે છે. આપણાં ઈશ્વર એ પુષ્કળતા નાં પ્રભુ છે અને તેઓ થોડી વસ્તુ ને વધારનાર દેવ છે.

*ખ્રિસ્ત ની પાસે આપણી પાસે થોડું છે તે લાવીએ તે થોડા ને વધારે માં રૂપાતરિત કરશે.
   તમારો થોડો સમય,થોડી પ્રાર્થના,થોડું મનન,થોડી સ્તુતિ આરાધના,થોડા નાણાં દેવને માટે આપી દો ,અને આ બાબત ને માટે ચોક્કસ થાઓ ,દેવ કદી પણ તમારી થોડી વસ્તુઓ ને ખૂટવા દેશે નહિ.*

Tuesday, 17 August 2021

સત્ય તમને મુક્ત કરશે

સત્ય તમને મુક્ત કરશે

 તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
યોહ. 8:44 

    જૂઠ એ સત્ય ને દાબી નાખે છે ,
    જૂઠ એક પડદા સમાન છે જે સત્યને ઢાંકી રાખે છે.

      જૂઠું બોલવું એ માણસ માટે સહજ વાત થઈ ગઈ છે
આપણે હાલતા ચાલતા જૂઠું બોલતા હોય છે.જૂઠું બોલવાની બાબત ને આપને સહજ રીતે લઈએ છીએ.અને આપણ તેને નાનું પાપ ગણીએ છીએ.પણ ઈશ્વર ની આગળ નાનું પાપ અને મોટું પાપ એવો કોઈ માપ દંડ નથી. ઈશ્વર દરેક પાપ ને પાપ જ ગણે છે. એ નાનું હોય કે મોટું .
          માત્થી ૨૮:૧૧-૧૫ માં ખ્રિસ્ત ઈસુ નાં પુનરુત્થાન નાં સત્ય ને જૂઠ થી દાબી નાખવા માં આવે છે.દરેક ચોકીદારે ખ્રિસ્ત ઈસુ ની કબર પર જે પત્થર ગબડ્યો તે અને ખ્રિસ્ત નાં પુનરુત્થાન નાં સત્ય ને પોતાની નરી આંખે જોયું.
          જો આ સત્ય યહૂદી સમાજ માં પ્રગટ થાય તો એક મોટી સાક્ષી ઊભી થાય અને આખો યહૂદી સમાજ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરીને તારણ પામે.
          પરંતુ ખ્રિસ્ત ઈસુ નાં પુનરુત્થાન નાં સત્ય ને દાબી નાખવા માટે તેમજ જૂઠું બોલવા માટે સિપાઈ ઓ ને ઘણાં નાણાં આપવામાં આવે છે. કલમ ૧૨ 
          અને તેઓ જૂઠું બોલે છે અને એજ વાત આજ સુધી યહૂદીઓ માં ચાલતી આવે છે. એ જૂઠ હજી સુધી યહૂદી સમાજ માં રાજ્ય કરતું આવ્યુ છે અને તેઓ ખ્રિસ્ત નાં તારણ નાં અનુભવથી વંચિત છે.
          શૈતાન એ અસ્ત્ય નો પિતા છે.
          તે જૂઠો અને જૂઠા નો બાપ છે.
          તેણે જૂઠ બોલીને સ્વર્ગ ના ઘણા દૂતો ને પતિત્ત કર્યાં
          તેણે એડન વાડી માં જૂઠ બોલી ને મનુષ્ય નો ઘાત કર્યો
          તે સત્ય માં સ્થિર રહ્યો નહિ

એ સત્યને દાબી રાખવા માંગે છે ,કેમકે  તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
યોહાન 8:32

સત્ય માં સ્વતંત્ર કરવાનું સામર્થ્ય છે,
સત્ય એજ જીવન છે.
સત્ય એ ખ્રિસ્ત ઈસુ પોતે છે.
દેવનું વચન એ જ સત્ય છે.

એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
એફેસીઓને પત્ર 4:25

જો આજ સુધી આપણે જૂઠું બોલવું એ સહજ ગણ્યું હોય તો આજે જ પ્રભુ પાસે આવીએ ,દેવની પાસે જઈએ અને માફી માગીએ ,કે પ્રભુ મારા પાપ ની માફી મને આપો અને મને સત્ય થી પવિત્ર કરો.હું કોઈ પણ વાતે જૂઠું ન બોલું માટે મને તમે તમારા સત્ય નાં આત્મા થી ભરી દો.પ્રભુ ઈસુના નામ માં માંગુ છું. Amen

લાગુકરણ :
      ઈસુ ખ્રિસ્ત મારા પ્રભુ જે સર્વ સત્ય છે તમેને હું પહેરી લઈ મારા જીવન દ્વારા સુવાર્તા નું સત્ય છે,તારણ નું જે સત્ય છે,અનંતજીવન નું જે સત્ય છે તે લોકો ની આગળ હું પ્રગટ કરીશ. અને કોઈ પણ જૂઠ ને મારા જીવન માં કાર્ય કરવા દઈશ નહિ અને મારા મુખ દ્વારા કોઈ પણ સમય જૂઠ બોલીશ નહિ.

Friday, 13 August 2021

પરેમશ્વર ની હજુરનું આચ્છાદન

*માણસના કાવતરાંથી તમારી હજૂરના આચ્છાદાન વડે તમે તેઓને ઢાંકીને બચાવશો; જીભના કંકાસથી તમે તેઓને માંડવામાં સંતાડી રાખશો.*
ગીતશાસ્‍ત્ર 31:20 

          આપણે અગાઉ નાં મનન માં જોયું તે પ્રમાણે શૈતાન અનેક રીતે મનુષ્ય નો ઉપયોગ કરીને પોતાની યોજના ઓ દેવના લોકો ની વિરૃદ્ધ અજમાવે છે.
          આપણી આજુ બાજુ ઘણા એવા લોકોનું સંઘઠન હોય છે ,જે જગતનાં આત્મા થી પ્રેરણા મેળવતા હોય છે.જે ખ્રિસ્ત વિરોધી નો આત્મા છે.
          અને ખ્રિસ્ત ની મંડળી વિરુદ્ધ ,દેવના અભિષેક પામેલા સેવકો અને વિશ્વાસીઓ વિરુદ્ધ આ માણસો અલગ અલગ કાવતરા ઓ ઘડતા હોય છે.આ લોકો શેતાન અને તેના એજન્ટો હોય છે.
   જેઓના કાવતરા મંડળીનાં કુટુંબોને તોડવા ,
   દેવનાં સેવકો ને અલગ અલગ કાવતરા ઓ થી પાડી નાખવા 
   દેવના લોકો ને ખ્રિસ્ત થી દુર લઈ જવા
   દેવના લોકો ને ભ્રાંતિ (ભૂલ) માં રાખવા
   દેવના લોકો ને સત્ય નું જ્ઞાન ન થવા દેવું
તેઓનું સંઘઠન હોય છે તેઓ ટીમ વર્ક કરીને દેવની મંડળી ને તોડે છે અને દેવના લોકો ને પ્રભુ થી દુર લઈ જાય છે.

જેવી રીતે આપણે પ્રાર્થના કરીયે છીએ તેઓ પણ પ્રાર્થના કરે છે પણ તે જીભ ના કંકાસ સમાન હોય છે.ખ્રિસ્ત ના લોકો પોતાની જીભ વડે આશીર્વાદ બોલે છે.જયારે આવા શૈતાન ના એજન્ટ દેવની મંડળી અને સેવકો ની વિરુદ્ધ શ્રાપ ના શબ્દો બોલે છે.કુટુંબો ની વિરુદ્ધ શ્રાપ ના શબ્દો બોલે છે.

આવા એજન્ટો ની પ્રવૃત્તિ અને કાવતરા ને અને જીભ ના કંકાસ ને કારણે મંડળી આજે બંધાયેલી છે,સાંકળો થી કેમકે દેવનું સત્ય તેઓથી સંતાડી રખાયેલું છે.

પણ આજે દરેક મંડળી એ ઉભા થવાની જરૂર છે.
જો મંડળી કે તેના સેવકો દેવનાં હજુર ના આચ્છાદન માં છે તો દેવ તમને ઢાંકી ને બચાવશે.

*હજુર નું આચ્છાદન શું છે?*
    હજૂરી એટલે દેવની હાજરી
    જે વ્યકતિ દેવની હાજરી નાં સબંધમાં છે
    જે વ્યકતિ દેવની સાથે નિત્ય સમય ગાળે છે
    જે વ્યકતિ રોજ ઈશ્વરનાં વચન માં તેમની ઈચ્છા શોધે છે
    જે વ્યકતિ રોજ તેમની સ્તુતિ કરતો રહે છે
    જે વ્યકતિ દરેક સમય પવિત્ર આત્મા ની દોરવણી પ્રમાણે ચાલે છે
    તે વ્યક્તિ *સર્વશક્તિમાન દેવ તરફથી અભિષેક* પામે છે
    *અભિષેક* એજ *દેવની હજુર નું આચ્છાદન* છે.
    *અભિષેક* ઝુસરીને તોડે છે.
    *અભિષેક* આપનો ભાર ઊંચકી લે છે.
    *અભિષેક* માણસનાં કાવતરા થી રક્ષણ કરે છે.
    *અભિષેક* એ દેવનું દૈવી રક્ષણ છે.
    અભિષેક દ્વારા દેવ આપણને ઢાંકી ને રાખે છે.

લાગુકરણ:-
        દેવની હજૂરી માં નિત્ય સમય કાઢી ને વ્યક્તિગત રીતે આવીએ તો પ્રભુ તેમના હજૂરના આચ્છાદાન (આત્માના અભિષેક) વડે આપણને ઢાંકી ને બચાવશે.

Wednesday, 11 August 2021

ખ્રિસ્ત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો

પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા જ ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા ન દો.
ગીતશાસ્‍ત્ર 141:8 

જયારે ઈશ્વર આપણાં જીવનમાં ખૂબ મોટું કાર્ય કરવાનાં હોય ત્યારે શૈતાન પોતાની તરફ આપણાં ધ્યાન ને કેન્દ્રિત કરવા ને માટે પ્રયત્ન કરે છે.

શૈતાન નું શસ્ત્ર :ધ્યાન ભંગ
      આ શૈતાન નાં શસ્ત્ર વિશે આપણે કદાચ હજી સુધી સાંભળ્યું નથી,પણ આ તેંનું તેજદાર સશસ્ત્ર છે.
      - જયારે શૈતાન મનુષ્ય ના જીવનમાં કાર્ય કરી શકતો નથી ત્યારે તે બીજા મનુષ્ય કે બાહ્ય પરિસ્થિતિ દ્વારા મનુષ્ય નું ધ્યાન ભટકાવી દેવામાં તેની મોટી યોજના છે.
      લૂક ૮:૨૨-૩૧ માં આપણે જોઈએ છીએ કે,પ્રભુ ઈસુ અને શિષ્યો સમુદ્ર ને પેલે પાર જવાના હોય છે,અને પેલે પાર એક દુષ્ટ આત્મા વળગેલો વ્યકતિ (સૈના) માંથી પ્રભુ દુષ્ટ આત્માઓ ને હાંકી કાઢવાની યોજના ખ્રિસ્ત ઈસુ ની પાસે હતી.
      - આ યોજના નિષ્ફળ જાય માટે શૈતાન સમુદ્ર માં તોફાન લાવે છે.
      - શિષ્યો નું ધ્યાન તોફાન તરફ જોઈને નિરાશ અને ચિંતાથી ભરાઈ જાય છે.
      - ખ્રિસ્ત ઈસુ આરામ ની નિંદ્રા માં હોય છે.

ખ્રિસ્ત ઈસુ ની પાસે થી શીખ:
    તેઓ નિશ્ચિંત છે 
    તેઓ શાંતિ થી ભરેલા છે
    બાહ્ય તોફાનની તેમનાં જીવન પર કોઈ અસર નથી
    ખ્રિસ્ત ઈસુ ની શાંતિ જે આંતરિક શાંતિ છે
    આંતરિક શાંતિ સર્વ સમજ શક્તિ ની બહાર છે.
    આ શાંતિ દ્વારા ખ્રિસ્ત બહાર ની પરિસ્થિતિ ને પણ શાંત કરે છે.
    આ જ શાંતિ ને ઈસુ ખ્રિસ્ત સમુદ્ર અને પવન પર બોલે છે.

અને આમ તેઓ તોફાન,આંધી,પવન થી ગભરાતા નથી પણ અધિકાર લઈને તેમની આંતરિક શાંતિ ને બાહ્ય પરિસ્થિતિ ની ઉપર બોલે છે અને પવન તથા સમુદ્ર શાંત થાય છે.
    
*લાગુકરણ:- 
      ખ્રિસ્ત ઈસુ જે આપણા વિશ્વાસ નાં અગ્રેસર છે તેની તરફ જોઈએ આપણી શું પરિષ્ટતિથિ છે તે તરફ નહિ,પરંતુ ખ્રિસ્ત તરફ ,આપણા કુટુંબ ની પરિસ્થિતિ વિકટ છે તો એ તરફ નહીં ,આપને બીમાર છીએ તો બીમારી તરફ નહીં,પરંતુ આપણી દ્રષ્ટિ ખ્રિસ્ત તરફ ,તેના વચન તરફ હોવી જોઈએ એ ખૂબ અગત્ય નું છે.*

Tuesday, 3 August 2021

બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર

બે આત્મિક પ્રભાવશાળી શસ્ત્રો - દેવની ઉત્તમ સ્તુતિ - બેધારી તલવાર

તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે
ગીતશાસ્‍ત્ર 149:6

શાસ્ત્ર વાંચન :- ગીતશાસ્ત્ર ૧૪૯:૫-૯
          સંતો એટલે જગત થી અલગ થઈ ગયેલા લોકો,જેઓ પોતાને દેવને માટે જુદા કરે છે.
         *ગળામાંથી  દેવની ઉત્તમ સ્તુતિ :- સ્તુતિ એ આત્મિક યુદ્ધનું મોટું શસ્ત્ર છે,*
    -સ્તુતિ દ્વારા યહોશાફાટ રાજા અને પ્રજા એ યુદ્ધ જીત્યું,
    - સ્તુતિ દ્વારા યરીખો નો કોટ તોડી પાડવા માં આવ્યો.
    - દાઉદ સ્તુતિ નાં ૧૫૦ ગીતો લખે છે.આ દેવની સ્તુતિ છે.
    - સ્તુતિ દ્વારા શૈતાન નું રાજ્ય હાલી જાય છે.
    - સ્તુતિ દ્વારા દેવ આપણાં માટે યુદ્ધ લડે છે.
    - સ્તુતિ દ્વારા શત્રુ માર ખાય છે અને હારી જાય છે.
    - સ્તુતિ એ આત્મિક યુદ્ધ નું ખૂબ મોટું શસ્ત્ર છે.
          
*હાથમાં બેધારી તલવાર :-*
        કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.
હિબ. 4:12 
      - દેવનું વચન જે આત્મિક તલવાર  છે,દરેક આત્મિક વ્યક્તિ નાં હાથ માં આ તલવાર હોવી જરૂરી છે.
  - વચન નું સામર્થ્ય ખૂબ જ વધારે છે,કેમકે તે દેવનો શબ્દ છે.
  - એ જ શબ્દ દ્વારા પ્રભુ એ સૃષ્ટિ ની રચના કરી છે.
  - એ શરીર આત્મા અને પ્રાણ ને વિંધનારું પ્રબળ છે.

જ્યારે પ્રભુનાં સંતો એટલે પસંદ કરેલા લોકો નાં હાથ માં આ બે શસ્ત્ર હોય છે ત્યારે જગત ની અંદર આત્મિક સ્થાનો માં જે  શૈતાન નાં દુતો (રાજાઓ) અને હાકેમો (અધિકારીઓ) એફેસીઓ ને પત્ર ૬:૧૨ છે તેઓને આત્મિક સાંકળો થી અને આત્મિક લોઢાની બેડીઓ (જે ખુબજ મજબૂત) હોય છે તેઓ થી બાંધી ને શૈતાન નાં કાર્યો ને અટકાવી શકાય છે.

લાગુકરણ :
     દરેક ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો પાસે આ બે આત્મિક હથિયાર હોવા જરૂરી છે.એક દેવની ઉત્તમ સ્તુતિ,અને બેધારી તલવાર એટલે દેવનું વચન.

મિત્રો ને શેર કરો અને આશિષ મેળવો.


Monday, 2 August 2021

આત્માને તાજો કરનાર ત્રણ વાના

આત્માને તાજો કરનાર ત્રણ વાના

વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].
ગીતશાસ્‍ત્ર 104:15 GUJOVBSI

હ્રદય ને આનંદ આપનાર દ્રાક્ષરસ
મુખ ને તેજસ્વી કરનાર તેલ
અંત :કરણ ને બળ આપનાર રોટલી

      આ ત્રણ વસ્તુ આપણો પ્રભુ નિપજાવી છે.
 જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો દ્રાક્ષરસ પીવે છે ત્યારે તે મગ્ન થઈ જાય છે અને આનંદ થી ઘેલો થઈ જાય છે આતો પૃથ્વી પરની સૃષ્ટ વસ્તુની વાત છે.
     હ્રદય ને આનંદ આપનાર દ્રાક્ષરસ
    દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;
એફેસીઓને પત્ર 5:18
         જ્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ ત્યારે આપણા હર્દય માંથી આનંદ ઉભરાયા કરે છે.અને આ આનંદ દેવ તરફથી હોય છે. જગતનાં આનંદ કરતા આ આનંદ વિશેષ હોય છે.
         પવિત્ર આત્માથી ભરપૂર થવું ,એજ આત્મા નો દ્રાક્ષરસ છે.
         મુખ ને તેજસ્વી કરનાર તેલ : 
 જ્યારે મુસા પહાડ પર યહોવા પરમેશ્વર ને મળવા માટે ગયો હતો ત્યારે તેનું મુખ એક નવા તેજ થી ભરાઈ ગયું હતું.તેની સામે જોનારા તેની આગળ સીધે સીધું જોઈ શકતા ન હતા કેમકે તેના મુખ પર દેવનું તેજ હતું જે પ્રકાશમાન હતું.જે દેવનો અભિષેક હતા.મૂસાએ ઘૂંઘટ રાખવો પડતો કે જેથી તે લોકો ની સાથે વાત કરી શકે.ઓહ કેવું અદભુત ,જ્યારે જ્યારે આપણે દેવની હાજરી માં પોતાનો સમય વિતાવીએ છીએ ત્યારે દેવ તેના આત્મા થી આપણે ને ભરપૂર કરે છે અને તેમના દિવ્ય અભિષેક થી આપણા ને ભરપૂર કરે છે.જેથી આપનું આંતરિક મનુષ્ય ખૂબ તેજ થી પ્રકાશિત થાય છે.

અંત :કરણ ને બળ આપનાર રોટલી:
આ રોટલી જે જીવન આપે છે ખ્રિસ્ત ઈસુ એ કહ્યું હું જીવન ની રોટલી છું.ઈસુ ખ્રિસ્ત પોતે જીવન ની રોટલી છે. એ જે શબ્દ છે અને વચન છે ,ખ્રિસ્ત નાં વચનો આત્મા તથા જીવન છે.જેવી રીતે ભૌતિક રોટલી શરીર ને શક્તિ આપે છે તેવીજ રીતે આત્મિક રોટલી (દેવનું વચન) આપના આત્મિક જીવનો ને સામર્થ્ય આપે છે.

લાગુ કરણ :-
   આપણે એ આનંદ ને પ્રાપ્ત કરીએ જે સ્વર્ગીય પિતા તરફ થી છે.પવિત્ર આત્મા થી ભરપુર થઈએ અને દેવનું વચન જે આત્મિક રોટલી છે તેનાથી આપના આત્મા ને તાજો કરીએ.

Thursday, 29 July 2021

દુશ્મન ને પ્રેમ કરો

*દૈનિક રેહમાં વચન - દુશ્મન પ્રેમ કરો*
      *આધાર વચન :* પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા *શત્રુઓ પર પ્રેમ* કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું *ભલું કરો*, જેઓ તમને શાપ દે છે તેઓને *આશીર્વાદ દો*, જેઓ તમારું અપમાન કરે છે તેઓને *સારુ પ્રાર્થના* કરો.
લૂક 6:27‭-‬28

બાઈબલ વાંચન : લૂક ૬:૨૭-૩૮

       માનવીય દ્રષ્ટિ કોણ થી એકદમ વિરોધાભાસ લાગે તેવી બાબતો આધાર વચન માં લખવામાં આવી છે. મનુષ્ય માત્ર દુશ્મન પર પ્રેમ કરી શકતો નથી કેમકે મનુષ્ય નો સ્વભાવ એવો ગુણ ધરાવતો જ નથી.
    📌   *વૈરી ઉપર પ્રેમ કરો :-*
વૈરી (માનવીય દ્રષ્ટિ માં શત્રુ) એ હંમેશા દ્વેષ કરે છે અને પોતાના દુશ્મન નું ભૂંડું જ કરે છે. શાસ્ત્રી ફરોશીઓ હંમેશા ખ્રિસ્ત ઈસુ નું ભૂંડું જ કરતા હતા એજ એમનો સ્વભાવ હતો.પરંતુ ખ્રિસ્ત ઈસુ તો પ્રેમ થી ભરેલા હતા , તેમણે વધસ્તંભ પર પણ પોતાનાં વેરીઓ જેઓ શાસ્ત્રી કે ફરોસી દરેક જે તેમનો વિરોધ કરતા હતા દરેક ને માફ કર્યા.
     વૈરી જેવી રીતે પોતાનો વૈર ભાવ નો સ્વભાવ છોડતા નથી તેવી જ રીતે ખ્રિસ્ત ઈસુ પણ પોતાનો પ્રેમ નો સ્વભાવ અંત સુધી છોડતા નથી.

📌 *દ્વેષ કરનારનું ભલું :-*
       આ પણ એક કઠિન કાર્ય છે ,માનવીય પ્રયત્નો થી દ્વેષ કરનાર નું ભલું કરી શકાતું નથી.દ્વેષ કરવો એ એક નફરત નું બીજ છે.નફરત નું બીજ હંમેશા નફરત ને ઉત્તેજન આપે છે.શૈતાન એ બીજ રોપે છે. દ્વેષ એ દૈહિક સ્વભાવ નું ફળ છે.
      ખ્રિસ્ત નાં બાળકો તરીકે કદી પણ આપનો દ્વેષ કરનાર નું ભૂંડું આપને કરી શકીએ નહિ.આપણા ને ભૂંડું કરવાની છૂટ નથી. આપણે લોકો,કુટુંબીજનો કે અન્ય લોકો જેઓ આપણો દ્વેષ કરે છે તેઓને નફરત કરવા ની છૂટ નથી.
       *દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.*
રોમ. 12:21*

*લાગુકરણ:-*
      *આપણે ભલાઈ થી ભૂંડા ને હરાવવા નું છે.દૈવી સ્વભાવ જે પ્રેમનો સ્વભાવ છે અને ખ્રિસ્ત ઈસુ નો સ્વભાવ છે તે આપણે પહેરી લઈ ને આપણાં વૈરી અને દ્વેષી ઓ પર પ્રેમ કરવાનો છે.*

પ્રાર્થના: હૈ પ્રભુ મારા વૈરી ઓ પર પ્રેમ કરવા એમને મદદ કરો.હૈ પિતા અમને પવિત્ર આત્મા જે દૈવી પ્રેમ નો આત્મા છે તેનાથી ભરી દો.દ્વેષી ઓ નું પણ ભલું કરવા અમારી મદદ કરો.

Wednesday, 28 July 2021

ખોટી શિખામણ - દુષ્ટ સલાહ* - ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.

*-: દૈનિક રેહ્ના વચન :-*
↩️ *ખોટી શિખામણ - દુષ્ટ સલાહ* - ⚰️મૃત્યુ તરફ લઈ જાય છે.

શાસ્ત્રવાંચન : ૨જુ કાળવૃતાંત ૨૨:૧-૭ 

📜 *નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.*
નીતિ. 12:5
         📜 આહાબના કુટુંબની જેમ અહાઝયાહએ *ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું* હતું તે કર્યુ, કારણ કે તેના પિતાના મૃત્યુ પછી તેઓ તેનો નાશ થાય એવાં *સલાહસૂચનો* આપતા હતા. અને તે તેઓની *ખોટી સલાહ* માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
2 કાળ. 22:4‭-‬5 

સુલેમાન નું રાજ્ય બે ભાગમાં વિભાજીત થઈ ગયું હતું,ઇઝરાયેલ અને યહુદિયા-યરૂશાલેમ , ઇઝરાયેલ પર દુષ્ટ રાજા આહબ નાં વંશજ યહોરામ રાજ્ય કરતા હતા જ્યારે યહુદિયા,માં યહોસાફાત જેવો દેવનો  પસંદ પડે તેવો રાજા રાજ્ય કરતો હતો પરંતુ તેનો દીકરો યહોરામ તેના પિતા ને માર્ગે ચાલ્યો નહિ.અને તેનો પુત્ર અહાઝ્યા રાજ કરવા લાગ્યો.

🤴યહોશાફાટ (ભલો રાજા)- નો પુત્ર યહોરામ (દુષ્ટ રાજા) - નો પુત્ર આહઝ્યા (દુષ્ટ રાજા)

*યહોરામ રાજા ની પત્ની : અહઝ્યા ની માતા અથાલ્યા*
- દુષ્ટ રાણી હતી🧛🏻‍♀️
- દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી
- ખોટી શિખામણ આપતી હતી 

અહઝયા રાજા :-🤴
📌યહોવાની દ્રષ્ટિ માં ભૂંડું હતું તે કર્યું
📌ખોટી શિખામણ નો સ્વીકાર કર્યો
📌આહાબ નાં પુત્ર યહોરામ ની સાથે યુદ્ધ કરવા ગયો
📌અહઝ્યાં રાજા , યહોરામ (જે બીમાર હતો) તેને જોવા ગયો તેથી દેવ તરફ થી તેનો નાશ નિર્મિત હતો
📌 યહોવા નાં અભિષિક્ત યેહુ ની સામે જવાથી તેનો નાશ થયો.

લાગુકરણ:-
      આપણે દુષ્ટ સલાહ આપનારા લોકો ની શિખામણ માનવી જોઈએ નહિ. 
      દુષ્ટ સલાહ આપણને ઘણી બધી વખત યોગ્ય અને વ્યાજબી લાગતી હોય છે પણ તે મૃત્યુ તરફ લઈ જાય છે.
    મનો મંથન કરીએ ,વિચાર કરીએ કે આપણે કોની સલાહ માનીએ છીએ. 
     *પવિત્ર આત્મા દેવ એ ઉત્તમ સલાહકાર છે.તેમનો ધીરો મીઠો પ્રેમી અવાજ સંભાળી ને તેમની સલાહ નો સ્વીકાર કરીએ.તો આપણા જીવનમાં કપટી સલાહ સૂચનો થી બચી જઈશું.અને ખ્રિસ્ત કે જે આપણા તારનાર છે તેને માર્ગે ચાલી શકીશું.*

Tuesday, 27 July 2021

તમારા વૈરી ને ઓળખો

ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’” દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.
રોમ. 12:19‭, ‬21

       ગઈ કાલના મનન માં આપણે જોયું કે ,ઘણા બધા આપણાં નિકટના વ્યક્તિઓ દ્વારા શૈતાન આપણાં ઉપર દુઃખ,પીડા અને આપત્તિ લાવે છે અને આપણાં મિત્રો, કુટુંબનાં સભ્યો કે સગા વહાલાઓ જ આપણી વિરૃદ્ધ થઈ જાય છે,
      શૈતાન હમેશાં નફરત અને શ્રાપ ને ફેલાવે છે અને કુટુંબો,મિત્રો,ભાઈઓ,બહેનો,સગા વહાલા ની વચ્ચે નફરત નું બીજ રોપે છે.✝️પરંતુ *ખ્રિસ્ત ઈસુ* હમેશાં *પ્રેમ* ને પ્રગટ કરે છે અને *આશીર્વાદ* ને આપણાં વ્યક્તિગત જીવનમાં તેમજ કુટુંબમાં અને મિત્રોમાં પણ *દૈવી પ્રેમ ને પ્રવાહિત* કરે છે.
  📌 *આપણો વૈરી કોઈ મનુષ્ય નથી :*
પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.
રોમ. 12:20
કેમ કે આપણું આ 🏹 *યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી*,
એફેસીઓને પત્ર 6:12

*રક્ત અને માંસ થી બનેલો માણસ*🧍‍♂️ એ આપણો શત્રુ નથી.માટે જે આપણી વિરૃદ્ધ થાય છે તેઓ ને માટે આપણે સારું જ કરવાનું છે.સારા થી ભુંડા નો પરાજય કરવાનો છે.

📌 *વૈર વાળવું એ દેવનું કાર્ય છે :*
      દેવનાં કોપ ને સારું માર્ગ મૂકવાનો છે અને મનુષ્ય માત્ર ને માફ કરી ને તેમને દેવનાં હાથમાં સોંપી દેવાના છે. આપણે કદી પણ મનુષ્ય ની સામે વૈર ન વાડીએ *(એ દેવની આજ્ઞા છે કે સામુ વૈર ન વાળો)*,જો આપને આજ્ઞા ભંગ કરીશું તો દેવનો પવિત્ર આત્મા આપણી પાસેથી જતા રહેશે.
📌 *આપણો વૈરી કોણ છે ?*
સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે *તમારો વૈરી શેતાન* ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
1 પિત. 5:8

કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ
*અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે* છે.
એફેસીઓને પત્ર 6:12

આકાશી સ્થાનો માં એટલે મધ્ય આકાશ માં જયાં દુષ્ટતા નાં આત્મિક લશ્કરો છે તેઓની સામે આપનું યુદ્ધ છે તેઓ આપના વૈરીઓ છે.

🧎🏻‍♂️પ્રાર્થના :*હૈ પરમેશ્વર પિતા, અમને અમારા વૈરી ને ઓળખવા કૃપા આપો.મનુષ્ય ની પ્રત્યે અમે વૈર ન રાખીએ પરંતુ તમારો  દૈવી નિસ્વાર્થ પ્રેમ વહેતો કરી શકીએ અને અમારો અદ્ર્શ્ય શત્રુ વૈરી શૈતાન અને તેના કર્યો ને અમે ઓળખી ને તેને નાકામ કરી શકીએ માટે તમારા પવિત્ર આત્મા નું સામર્થ્ય અને પ્રાર્થના કરવાનો આત્મા આપો.આત્મિક યુદ્ધમાં સજ્જ કરો.પ્રભુ ઈસુના નામ માં આમીન*

Monday, 26 July 2021

યહોવાના યાજકો

📜 *દૈનિક રેહ્ના - યાજક - યહોવાનો દૂત*✝️
📖 *શીર્ષક : મુખ ની શરમ - આંખ ની શરમ દૂર કરો*

*કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] *યહોવાનો દૂત* છે. પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં *મુખની શરમ* રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”
માલાખી 2:7‭-‬9

          યાજક ને આપને ઉપદેશકો અને પાળકો કહી શકીએ, અહીં તેઓને યહોવાના દૂત તરીકે કહેવામાં આવ્યા છે.જેઓ દેવનો નિયમ લોકો ને સમજાવે છે.
          ઉપદેશકો જેઓ દેવનું વચન સમજાવે છે ,*આંખ ની શરમ* કે *મુખની શરમ* રાખવી ન જોઈએ.

📌 *પાપ કરનાર ને સર્વેની સમક્ષ ઠપકો :-*
1લો તિમોથી 5:૨૦ પાપ કરનારાઓ ને સર્વેની સમક્ષ ઠપકો આપ,જેથી બીજાઓ ને પણ ડર રહે.

પાપ કરનાર વ્યક્તિ ને મંડળી ની સમક્ષ ઠપકો આપવો જરૂરી છે,ઘણી બધી વખત આંખ ની શરમ અને મુખ ની શરમ ને લીધે ઉપદેશકો મંડળી નાં લોકોને પાપ કર્યાં છતાં ઠપકો આપતાં નથી અને મંડળી ની અંદર પાપ કરનાર ને સાંખી લેતા હોય છે પરંતુ એ દેવની નજર માં યોગ્ય નથી.દેવ કોઈ ની શરમ રાખતા નથી તેથી દેવની મંડળી માં પાપ ચલાવી લેવું ન જોઈએ.

📌 *ખાલી શબ્દવાદ થી દુર રહેવું :-*
તું આ વાતોનું તેઓને સ્‍મરણ કરાવીને પ્રભુની સમક્ષ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
તિમોથીને બીજો પત્ર 2:14

ઘણી બધી વખત વચન ની સમજણ ની બહાર ફકત શબ્દ વાદ એટલે કે શબ્દો ની ગોઠવણ કરી ને સંદેશાઓ આપવામાં આવે છે પણ તેમાં હર્દય નું ઊંડાણ હોતું નથી.વચન નું મૂળ હોતું નથી.જે શબ્દો પવિત્ર આત્મા દ્વારા આવતા નથી તે ખાલી શબ્દ વાદ છે.દરેક ઉપદેશકો એ શબ્દ વાદથી દૂર રહેવું જે દેવની પ્રેરણા વગરના શબ્દો છે એ દરેક શબ્દો મનુષ્ય નાં છે.

📌 *સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર:-*
સત્ય હંમેશા કડવું હોય છે,સતત સત્ય જે વચન કહે છે દેવનો આત્મા કહે છે તે જ સત્ય પ્રગટ થવું જોઈએ,નહિ કે જગતની વાતો અને તેના ધારા ધોરણો, જગત કોઈ પણ રીતે ખ્રિસ્ત ઈસુ માં જીવન જીવવા માટે નમૂનો આપી શકતું નથી.ખરો નમૂનો ખ્રિસ્ત ઈસુ છે અને એ જ વચન છે.જે વચન માં ખ્રિસ્ત નો મહિમા થતો નથી તે દેવ તરફથી નથી.
    દરેક વચનો ને સ્પષટતાપૂર્વક સમજાવવા એ એક ઉપદેશક ની ખૂબ મોટી જવાબદારી છે.
      જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં *વચન સ્પષ્ટતાથી સમજાવનાર*, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
2 તિમ. 2:15

દૈનિક જીવનમાં ઉન્નતિ કરનાર વચનો ને મિત્રો સાથે શેર કરી ને આશીર્વાદ મેળવો ,બીજાઓ ને પણ મોકલો 

Sunday, 25 July 2021

મારા કલ્યાણ નું ચિન્હ

     
📜દૈનિક રેહ્માં વચન✝️
🌈કલ્યાણ નું ચિન્હ🌈

   ,મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો કે, મારા દ્વેષીઓ તે જોઈને લજવાય; કેમ કે, હે યહોવા, તમે મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.
ગીતશાસ્‍ત્ર 86:17 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.86.17.GUJOVBSI

            આ જગત માં જયારે આપણું સારું કે ભલું થઈ રહ્યું હોય છે ત્યારે શત્રુઓ પણ તે જોઈ શકતા નથી કે સાંખી શકતા નથી,
            જ્યારે યાકુબ બહુ વૃદ્ધિ પામે છે ત્યારે,તેના સસરા લાબાનની દ્રષ્ટિ તેની આગળ ભૂંડી થાય છે. ઉત્પતિ ૩૧:૨ 
            જ્યારે ઇસહાક ગેરારમાં ઇબ્રાહિમે ખોદેલા કૂવાઓ જે પૂરી દેવામાં આવ્યા હતા તે ખોદી કાઢે છે ત્યારે ઇસહાક નું કલ્યાણ ગેરારનાં ભરવાડો જોઈ શકતા નથી.
            નિર્ગમન ૧:૯ પ્રમાણે ઇઝરાયેલ પુત્રો ઝાઝા અને બળવાન થાય છે ત્યારે ફારુન તથા મિસરીઓ તેઓનું કલ્યાણ જોઈ શકતા નથી.
            જ્યારે જ્યારે દેવનાં લોકો નું સારું થાય છે ત્યારે શત્રુઓ તેમજ ઘણા બધા સગાઓ પણ તે કલ્યાણ જોઈ શકતા નથી.જો પ્રભુ પોતાના લોકોને આશીર્વાદ આપે છે તેઓનું ધન વધે છે,શાંતિ નો રાજકુમાર ઈસુ જ્યારે તેઓના કુટુંબો માં શાંતિ અને આનંદ આપે છે,તેઓ સમાજ માં સુકિર્તી પામે છે ત્યારે શત્રુઓ તે જોઈ શકતા નથી.અને તેઓના હર્દય માં ઈર્ષા ઉત્પન્ન થાય છે તેઓ દેવનાં લોકો ની વિરૃદ્ધ ઘણી બધી બાબતો કરાવે છે અને મેલી વિદ્યા,તેમજ ખોટી અફવાઓ તેમજ ઘણી બધી બાબતો તેઓ કરાવે છે અને જેવી રીતે ફારુન ચતુરાઈ થી ઇઝરાયેલીઓ પ્રત્યે વર્તે છે તેમજ તેઓ પણ વર્તે છે.
            પરંતુ જ્યારે દેવ આપણું કલ્યાણ કરે છે ત્યારે તેમને આપણું કલ્યાણ કરતા કોઈ રોકી શકવાનું નથી.કોઈ મઘ્યઆકાશ નો શત્રુ કે કોઈ જગત નો શત્રુ કે કોઈ પણ બીજો શત્રુ દેવનાં લોકો નાં કલ્યાણ ને રોકી શકતું નથી.

કેમકે દેવ આપણાં શત્રુઓના દેખતા આપણે માટે મિષ્ટાન તૈયાર કરે છે.અને પવિત્ર દેવ ખ્રિસ્ત ઈસુ જ્યારે આપણું કલ્યાણ કરવાનું ચાહે છે ત્યારે તેનાં આ કાર્ય ને કોઈ શત્રુ રોકી શકવાનો નથી.

મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.
ગીતશાસ્‍ત્ર 23:5 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.23.5.GUJOVBSI
લાગુ કરણ :
         દેવ ખ્રિસ્ત જે આપનું કલ્યાણ કરે છે ફકત તેમની તરફ જ લક્ષ રાખીએ ,નહિ કે આપના શત્રુ ઓ તરફ

Saturday, 24 July 2021

દાઉદ ની જીવન શૈલી

📜 *દૈનિક રેહમાં વચન* ✝️
*દાઉદ ની જીવન શૈલી*

📌 *૧. દાઉદ રાજા પ્રભાત થાય તે પહેલાં પ્રભુ ની હાજરી માં સમય વિતાવે છે* પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી.
ગીતશાસ્‍ત્ર 119:147 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.147.GUJOVBSI

📌 *૨. રાતના છેલ્લા પહોરે વચન નું મનન :* તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
ગીતશાસ્‍ત્ર 119:148 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.148.GUJOVBSI

📌 *૩.દિવસ માં સાત વાર સ્તુતિ :*
તમારાં યથાર્થ ન્યાયવચનોને લીધે હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.*
ગીતશાસ્‍ત્ર 119:164 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.164.GUJOVBSI

📌 *૪. આખો દિવસ નિયમશાસ્ત્ર નું મનન:* હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
ગીતશાસ્‍ત્ર 119:97 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.97.GUJOVBSI

📌 *૫. રાત્રે પ્રભુનાં નામ નું સ્મરણ :-*
હે યહોવા, મેં રાત્રે તમારા નામનું સ્મરણ કર્યું છે, અને તમારો નિયમ પાળ્યો છે.
ગીતશાસ્‍ત્ર 119:55 GUJOVBSI
https://bible.com/bible/1691/psa.119.55.GUJOVBSI

*દૈનિક રેહમા વચન* શેર કરો અને બીજાને પણ મોકલો અને આશીર્વાદ  મેળવો




अनुत्तरित प्रार्थनाएं

*अनुत्तरित प्रार्थनाएं*  यदि अनेक प्रार्थनाओं का उत्तर हमारी इच्छा के अनुरूप नहीं मिलता तो हम निराशा में चले जाते है, यदि हम स्वर्गीय पिता क...